For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપા-બસપા બાદ ટીડીપી આપી શકે છે કોંગ્રેસને મોટો ઝટકો, ચંદ્રાબાબુનો આ છે પ્લાન

કોંગ્રેસને ગઠબંધનથી વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસને આ ઝટકો હવે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 પહેલા સપા અને બસપાએ હાથ મિલાવી દીધા પરંતુ તેમણે આ મહાગઠબંધનથી કોંગ્રેસને અલગ રાખીને મોટો ઝટકો આપ્યો છે. વળી, સમાચાર છે કે કોંગ્રેસને ગઠબંધનથી વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસને આ ઝટકો હવે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી આપી શકે છે. સૂત્રો મુજબ નાયડુ રાજ્યમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના મૂડમાં નથી. જો આમ થાય તો કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે નવી રણનીતિ બનાવવાની જરૂર પડી શકે છે.

પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે ટીડીપી

પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે ટીડીપી

ટીડીપીના એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે પક્ષ પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે. પક્ષને લાગે છે કે આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ માટે નકારાત્મક માહોલ છે અને એવામાં પાર્ટી તેમની સાથે હાથ મિલાવવાનો ખતરો લેવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે હાલમાં જ સંપન્ન થયેલ તેલંગાના વિધાનસભા ચૂંટણી દરમિયન કોંગ્રેસ-ટીડીપીએ હાથ મિલાવ્યો હતો અને કેસીઆરની પાર્ટીને પડકારવાની કોશિશ કરી હતી. પરંતુ ચૂંટણીમાં આ ગઠબંધનને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના મૂડમાં નથી ટીડીપી

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના મૂડમાં નથી ટીડીપી

આ હારથી શીખ લઈને ટીડીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું ટાળી રહી છે. જો કે પાર્ટી તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યુ. પરંતુ ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ આંધ્ર પ્રદેશમાં ટીડીપી લોકસભા ચૂંટણી માટે સીટો અંગે કોઈ વહેંચણી નહિ કરે.

સપા-બસપા બાદ ટીડીપી આપી શકે કોંગ્રેસને ઝટકો

સપા-બસપા બાદ ટીડીપી આપી શકે કોંગ્રેસને ઝટકો

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે યુપીમાં અખિલેશ-માયાવતી સાથે આવવા અને કોંગ્રેસને ગઠબંધનથી દૂર રાખવાના નિર્ણય બાદ ટીડપીએ પણ નક્કી કર્યુ છે કે કોંગ્રેસ સાથે તે લોકસભા ચૂંટણી નહિ લડે. જો ટીડીપી આ નિર્ણય લે તો ભાજપ સામે અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક દળો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની કોંગ્રેસની આ રાજકીય ચાલ નિષ્ફળ થઈ શકે છે.

આ પણ વાંચોઃ 1901 બાદ વર્ષ 2018 રહ્યુ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ, 1428 લોકોના ગયા જીવઆ પણ વાંચોઃ 1901 બાદ વર્ષ 2018 રહ્યુ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ, 1428 લોકોના ગયા જીવ

English summary
chandrababu naidu planning to ditch congress ahead of lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X