For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ ચંદ્રાબાબુથી 6 ગણો વધુ અમીર છે તેમનો 3 વર્ષનો પૌત્ર, જાણો સંપત્તિ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનો સાડા ત્રણ વર્ષનો પૌત્ર નારા દેવાંશ પોતાના દાદાથી 6 ગણો વધુ અમીર છે.

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનો સાડા ત્રણ વર્ષનો પૌત્ર નારા દેવાંશ પોતાના દાદાથી 6 ગણો વધુ અમીર છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પહેલા પોતાની અને પોતાના પરારની સંપત્તિ ઘોષિત કરી છે. તેમની સંપત્તિમાં એક વર્ષની અંદર 12.5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એસોસિએટ ફોર ડેમોક્રેટિક રિફોર્મે આ વર્ષની શરૂઆતમાં જ સીએમ નાયડુને દેશના સૌથી અમીર મુખ્યમંત્રી ઘોષિત કર્યા હતા. ગયા વર્ષે સીએમે પોતાની કુલ સંપત્તિ 69.28 કરોડ બતાવી હતી જે આ વર્ષે વધીને 81.83 કરોડ રૂપિયા થઈ ગઈ.

આ પણ વાંચોઃ 'PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવઆ પણ વાંચોઃ 'PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ

નારા દેવાંશ પાસે 18.71 કરોડ રૂપિયાની સંપત્તિ છે

નારા દેવાંશ પાસે 18.71 કરોડ રૂપિયાની સંપત્તિ છે

ચંદ્રાબાબુ નાયડુના પુત્ર અને આઈટી મંત્રી લોકેશે સતત આઠમાં વર્ષે પોતાની પરિવારની સંપત્તિનો ખુલાસો કર્યો છે. આમાં તેના પિતા અને રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ, મા એન ભુવનેશ્વરી, પત્ની એમ બ્રહ્માણી અને પુત્ર દેવાંશની સંપત્તિ શામેલ છે. નારાની કુલ પારિવારિક સંપત્તિ 88 કરોડ 66 લાખ રૂપિયા છે. ચંદ્રાબાબુ નાયડુના ત્રણ વર્ષના પૌત્ર નારા દેવાંશ પાસે 18.71 કરોડની સંપત્તિ છે. દેવાંશના નામે ગયા વર્ષે 16.17 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવવામાં આવી હતી. દેવાંશના નામે કોઈ દેવુ નથી.

દેવાંશના નામ પર છે આ સંપત્તિઓ

દેવાંશના નામ પર છે આ સંપત્તિઓ

દેવાંશના નામ પર હૈદરાબાદના પૉશ જુબલી હિલ્સ એરિયામાં 1325 સ્કવેર યાર્ડનો પ્લોટ છે. આ પ્લોટની કુલ કિંમત 16.17 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેના નામ પર 2.49 કરોડની પીએનબી હાઉસિંગ ફાઈનાન્સમાં ફિક્સ ડિપોઝીટ પણ છે. તેના સિલ્વર ઘોડિયાની કિંમત 2.87 લાખ રૂપિયા છે. તેના નામના સેવિંગ અકાઉન્ટમાં 2.47 લાખ રૂપિયા કેશ છે. દેવાંશની સંપત્તિ 2017માં 11.54 કરોડ રૂપિયા હતી અને તેના ગયા વર્ષે 11.57 કરોડ રૂપિયા હતી.

એક વર્ષની અંદર નાયડુની સંપત્તિમાં 12.55 કરોડ રૂપિયાનો વધારો

એક વર્ષની અંદર નાયડુની સંપત્તિમાં 12.55 કરોડ રૂપિયાનો વધારો

ગયા વર્ષે તેમણે પોતાની અને પોતાના પરિવારની કુલ સંપત્તિ 69.28 કરોડ દર્શાવી હતી જે આ વર્ષે વધીને 81.83 કરોડ રૂપિયા થઈ ગઈ. એટલે કે એક વર્ષની અંદર તેમની કુલ સંપત્તિમાં 12.55 કરોડનો વધારો થયો. નાયડુના બંગલાની કિંમત 8.96 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમના ગાં નરાવરીપલ્લેમાં 23.84 લાખ રૂપિયાની પૈતૃક આવાસીય સંપત્તિ છે. તેમની એમ્બેસેડર કારની કિંમત 1.52 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમના બેંક અકાઉન્ટમાં 4.83 લાખ રૂપિયાનું બેલેન્સ છે. તેમના પર 5.31 કરોડ રૂપિયાનું દેવુ છે જેને હટાવીને તેમની કુલ સંપત્તિ 2.99 કરોડ રૂપિયા છે.

નારા લોકેશ પાસે લગભગ 22 કરોડની સંપત્તિ

નારા લોકેશ પાસે લગભગ 22 કરોડની સંપત્તિ

ચંદ્રાબાબુ નાયડુની પત્ની ભૂવનેશ્વરીના નામે 53 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાં 19.55 કરોડની કિંમતના શેર પણ શામેલ છે. 22.35 કરોડ રૂપિયાની તેમની દેવુ છે. જો દેવુ કાઢી નાખવામાં આવે તો તેમની કુલ સંપત્તિ 31.01 કરોડ રૂપિયા છે. લોકેશની સંપત્તિઓમાં જુબલી હિલ્સ પર સ્થિત 10.35 કરોડ રૂપિયાનું ઘર શામેલ છે. તેમની પત્નીના નામે 7.72 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6 બાળકો સહિત સાતના મોતઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6 બાળકો સહિત સાતના મોત

English summary
Chandrababu Naidu's 3-year-old grandson Nara Lokesh is 6 times richer than him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X