પીએમ ખતરનાક આતંકી જેવા બની ગયા છે: ચંદ્રાબાબુ નાયડુ
ક્યારેક એનડીએ સહયોગી રહી ચૂકેલા આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. પીએમ મોદી પર પ્રહાર કરતા ચંદ્રાબાબુ નાયડુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભયંકર આતંકી જેવા બની ચુક્યા છે, જેમની અંદર કોઈ પણ પ્રહરની માનવતા નથી બચી. પ્રકાશન જિલ્લામાં એક રેલીને સંબોધન કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે પીએમ મોદી તાનાશાહ બની ચુક્યા છે. તેઓ દેશના લોકતંત્રની હત્યા કરી રહ્યા છે અને સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે.
સતત બીજા દિવસે પણ ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરીને ટીડીપી નેતાઓને નિશાનો બનાવી રહ્યા છે. અમારા નેતાઓ વિરુદ્ધ ઈન્ક્મ ટેક્સ વિભાગની છાપામારી કરાવવામાં આવી રહી છે. તેઓ સીબીઆઈ, ઈડી અને આરબીઆઇ જેવી સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમને કહ્યું કે તેઓ પ્રદેશ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે એટલા માટે તેમને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસે અમિત શાહનું નામાંકન રદ કરવાની કરી માંગ, સંપત્તિની ખોટી માહિતી આપ્યાનો આરોપ
પોલાવરામ પ્રોજેક્ટ અંગે ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર તીખા પ્રહાર કર્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટમાં જોરદાર ગોટાળો થયો છે અને તે પીએમ મોદી માટે એટીએમ જેવું છે. તેમને કહ્યું કે પીએમને લાગે છે કે પ્રોજેક્ટ કેન્દ્રની મદદ વિના પૂરો નહીં થઇ શકે પરંતુ તેમને કહ્યું કે કેન્દ્ર મદદ કરે કે નહીં કરે તેઓ પ્રોજેક્ટ પૂરો કરશે.
કોંગ્રેસમાં સામેલ થતા જ બોલ્યા શત્રુઘ્ન સિન્હા- ભાજપમાં વન મેન આર્મી ટૂ મેન શો ચાલી રહ્યો છે