• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ બગડ્યુ લેંડર વિક્રમનું ચંદ્ર પર લેંડિંગ? ISROના વૈજ્ઞાનિકે જણાવ્યા ત્રણ મોટા કારણ

|

ચંદ્ર પર લેંડિંગની બરાબર પહેલા ચંદ્રયાન 2ના લેંડર વિક્રમનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદ ઈસરોના વૈજ્ઞાનિક સતત તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. હવે અમેરિકી સ્પેસ એજન્સી નાસા પણ ઈસરોની મદદમાં લાગી ગયુ છે. લેંડર વિક્રમ વિશે ઈસરો તરફથી નિવેદન આવ્યુ હતુ કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લેંડરને કોઈ નુકશાન થયુ નથી. જો કે મુશ્કેલીની વાત એ છે કે ધીમે ધીમે સમય નીકળી રહ્યો છે પરંતુ હજુ સુધી લેંડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત નથી થઈ શકતો. આ દરમિયાન ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના પૂર્વ નિર્દેશક અને આઈઆઈટી ખડગપુરના એડજંક્ટ પ્રોફેસર તપન મિશ્રાએ લેંડર વિક્રમની ચંદ્ર પર સૉફ્ટ લેંડિંગ ન થવા પાછળના કારણોને તબક્કાવાર રીતે સમજાવવાની કોશિશ કરી છે.

થ્રસ્ટર્સનુ યોગ્ય સમયે એકસાથે સ્ટાર્ટ ન થવુ

થ્રસ્ટર્સનુ યોગ્ય સમયે એકસાથે સ્ટાર્ટ ન થવુ

તપન મિશ્રાએ સમજાવ્યુ છે કે કેવી રીતે લેંડિંગમાં ગરબડ થઈ હશે. વિક્રમ લેંડર ચંદ્રની સપાટીથી 30 કિમી દૂર 1.66 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચક્કર લગાવી રહ્યુ હતુ. જ્યારે તેને લેન્ડ કરવાનુ હતુ ત્યારે લેંડરને સીધુ રહેવાનુ હતુ અને તેની ગતિ2 મીટર પ્રતિ સેકન્ડ હોવી જોઈતી હતી. વિક્રમ લેંડરમાં પાંચ મોટા થ્રસ્ટર્સ છે જે લેંડિંગમાં મદદ કરવા માટે હતા. આ ઉપરાંત લેંડર વિક્રમ પર 8 થ્રસ્ટર્સ બીજા પણ છે. થ્રસ્ટર્સ નાના રોકેટ જેવા હોય છે જે કોઈ વસ્તુને આગળ કે પાછળ કરવામાં મદદ કરે છે. 5 મોટા થ્રસ્ટર્સ વિક્રમની નીચે લાગેલા હતા, ચાર થ્રસ્ટર્સ ચાર ખૂણામાં અને એક વચમાં. આ વિક્રમને ઉપર-નીચે લઈ જવામાં મદદ કરવા માટે હતા. 8 નાના થ્રસ્ટર્સ વિક્રમની દિશા નિર્ધારણમાં મદદ કરતા. તપન મિશ્રાનું કહેવુ છે કે બની શકે છે કે ચંદ્રની સપાટી પર 400 મીટરની ઉંચાઈએ લેંડિંગના સમયે બધા મોટા થ્રસ્ટર્સમાં એકસાથે ઈંધણ ન પહોંચ્યુ હોય આનાથી એ થયુ હશે કે બધા થ્રસ્ટર્સ એકસાથે સ્ટાર્ટ ન થયા હોય. આ કારણે લેંડર ઝડપથી ફરવા લાગ્યુ હશે અને સંતુલન ગુમાવી બેઠુ.

યોગ્ય માત્રામાં ઈંધણનું એન્જિન સુધી ન પહોંચી શકવુ

યોગ્ય માત્રામાં ઈંધણનું એન્જિન સુધી ન પહોંચી શકવુ

ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના પૂર્વ નિર્દેશકનું કહેવુ છે કે વિક્રમ લેંડરનો મોટો ભાગ એન્જિનની ટાંકી છે. લેંડરની ઝડપી ગતિ, બ્રેકિંગની કારણે એન્જિનના નૉજલમાં ઈંધણ યોગ્ય રીતે નહિ પહોંચ્યુ હોય. આના કારણે લેંડિંગના સમયે થ્રસ્ટર્સને પૂરુ ઈંધણ ન મળવાથી પણ ઈંધણમાં મુશ્કેલી આવી શકે છે. 30 કિમી દૂરથી 400 મીટર દૂર સુધી આવવામાં વિક્રમ લેંડરની ગતિ 60 કિમી પ્રતિ સેકન્ડ થઈ ગઈ હતી. લેંડરની દિશા પણ હૉરિઝોન્ટલથી વર્ટિકલ થઈ ચૂકી હતી. આ પૂરો સમય ખૂણા પર હાજર ચાર થ્રસ્ટર્સ કામ કરી રહ્યા હતા જ્યારે વચ્ચેવાળુ થ્રસ્ટર્સ બંધ હતુ. નીચના ચાર થ્રસ્ટર્સમાંથી બે બંધ કરીને આજુબાજુ લાગેલા બે નાના થ્રસ્ટર્સને ઑન કરવામાં આવ્યા જેથી નીચે આવવા સાથે વિક્રમ હેલીકૉપ્ટરની જેમ મંડરાઈ શકે અને લેંડિગ માટે યોગ્ય જગ્યા શોધી શકે. પરંતુ અહીં જ ક્યાંક થ્રસ્ટરે વિક્રમનો સાથ નહિ આપ્યો હોય.

આ પણ વાંચોઃ વિલીનિકરણના વિરોધમાં ચાર દિવસ સતત બેંકો રહેશે બંધ, કરી લો જરૂરી કામ

ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ

ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ

લેંડિંગથી 100 મીટર દૂર વિક્રમ લેંડર હેલીકૉપ્ટકની જેમ મંડરાતુ, ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિને સહન કરવા માટે આજુબાજુના નાના થ્રસ્ટર્સ ઑન રહેતા, લેંડરના કેમેરા લેંડિંગવાળી જગ્યા શોધતા અને પછી લેંડ કરતા. કેમેરાથી લેવામાં ફોટા ઑનબોર્ડ કમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવેલા ફોટાથી મેચ કરતા. ત્યારબાદ લેંડર મંડરાવાનુ બંધ કરીને ધીમે ધીમે ચાર મોટા થ્રસ્ટર્સને બંધ કરીને વચ્ચેવાળા 5માં થ્રસ્ટર્સની મદદથી સૉફ્ટ લેન્ડ કરવામાં સફળ થઈ જતુ. આ સમયે લેંડરમાં લાગેલ રડાર અલ્ટીમીટર લેંડરની ઉંચાઈનો ખ્યાલ રાખતો. કારણકે લેંડિંગ ઑટોમેટિક હતી અહીં ગુરુત્વાકર્ષણને વિક્રમ લેંડર જાણી નહિ શક્યુ હોય કારણકે ત્યાં ગુરુત્વાકર્ષણા પ્રભાવમાં ફેરફાર થતો રહે છે.

English summary
Chandrayaan 2: Lander vikram's landing was not as per plan, isro scientist tells three big reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more