• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચંદ્રયાન 2: હવે ક્યારેય નહિ ઉઠે લેંડર વિક્રમ.. આ કારણે થઈ ગયુ ક્રેશ

|
Google Oneindia Gujarati News

ચંદ્રયાન 2ના વિક્રમ લેંડરના સક્રિય હોવાની બધી આશાઓ પર હવે પાણી ફરી ચૂક્યુ છે. અત્યાર સુધી એ વાતની અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગઈ સાત સપ્ટેમ્બરના રોજ જ્યારે લેંડર વિક્રમ સાથે ઈસરોના અર્થ સ્ટેશનનો સંપર્ક તૂટ્યો તે બાદ તે ચંદ્રની સપાટી સુધી કેવી રીતે ઉતર્યુ? તે પોતાના નક્કી કાર્યક્રમ મુજબ ચાંદના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડ થયુ કે તેની હાર્ડ લેંડિંગ થઈ? પરંતુ લેટેસ્ટ વિશ્લેષણોથી એ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ચૂકી છે કે એ દિવસે સંપર્ક તૂટ્યા બાદ વિક્રમ લેંડર અનિયંત્રિત થઈને ચંદ્રની સપાટી પર ક્રેશ થઈ ગયુ હતુ. સૌથી ગંભીર વાત એ છે કે ચંદ્ર પર પડતી વખતે તેની સ્પીડ એટલી વધુ થઈ ગઈ હતી કે તેના બધા ઉપકરણોને બહુ વધુ નુકશાન થવાની સંભાવના છે. આ જ કારણ છે કે છેલ્લા બે અઠવાડિયાથઈ તેની સાથે સંપર્કની બધા કોશિશો નિષ્ફળ થઈ ગઈ. આવો સમજવાની કોશિશ કરીએ કે ચંદ્રયાન 2ની લેંડિંગના પ્રોગ્રામમાં શું ખામી રહી ગઈ જેના કારણે તે ઈતિહાસ રચતા રચતા દૂર્ઘટનાનો શિકાર બની ગયુ.

ચંદ્ર પર ઉતર્યુ નહિ, ક્રેશ થઈ ગયુ વિક્રમ

ચંદ્ર પર ઉતર્યુ નહિ, ક્રેશ થઈ ગયુ વિક્રમ

છેલ્લા બે અઠવાડિયાથી આખા દેશ અને દુનિયાભરના લોકો લેંડર વિક્રમ વિશે કોઈ સારા સમાચાર મળવાની આશા લગાવીને બેઠા હતા. પરંતુ હવે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આપણા બધાની આશાઓ અને ઈસરોના વૈજ્ઞાનિકોની કોશિશો પર પાણી ફરી વળ્યુ છે. ટીઓઆઈએ ઈસરોના અમુક મોટા વૈજ્ઞાનિકોના હવાલાથી જણાવ્યુ કે 7 સપ્ટેમ્બરે લેંડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યુ નહિ પરંતુ તે ક્રેશ થઈને પડી ગયુ હતુ. વૈજ્ઞાનિક એ પરિણામ પર પહોંચ્યા છે કે લેંડરના ઑટોમેટિક લેંડિંગ પ્રોગ્રામમાં ખામીના કારણે તે દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ. ઈસરો સાથે જોડાયેલા લોકોએ જણાવ્યુ છે કે 1,471 કિલોગ્રામનુ લેંડર વિક્રમ અને તેમાં હાજર 27 કિલોગ્રામ રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટીથી 200 કિલોમીટરથી પણ વધુ સ્પીડથી ટકરાયુ ત્યારબાદ તેમાં હાજર ઉપકરણોના બચવાની કોઈ આશા ન રહી ગઈ.

ક્રેશ થવાના કારણે ઉપકરણોને બહુ વધુ નુકશાન

ક્રેશ થવાના કારણે ઉપકરણોને બહુ વધુ નુકશાન

ક્રેશ થયા બાદ ચંદ્રની સપાટી પર પડેલા લેંડર વિક્રમનો ફોટો જોનાક એક વૈજ્ઞાનિકે કહ્યુ કે એ તો ઉલ્ટુ પડેલુ હતુ અથવા ઝૂકેલુ હતુ પરંતુ તેને ઓળખી શકાતુ હતુ. વિક્રમના ફોટાનુ વિશ્લેષણ કરનાર વૈજ્ઞાનિકે કહ્યુ કે, ‘મે જે જોયુ તો મને એવુ લાગ્યુ કે આ વિક્રમનો પડછાયો છે... નિશ્ચિત રીતે તે પોતાના પગ પર નહોતુ ઉભુ. હું તેના ચાર પગોમાં ઓછામાં ઓછા બેને જોઈ શકતો હતો.' મિશન સાથે જોડાયેલ એક વૈજ્ઞાનિક પહેલા જ બતાવી ચૂક્યા છે કે તેના પરથી નિયંત્રણ ત્યારે તૂટ્યુ જ્યારે તે ચંદ્રની સપાટીથી માત્ર 330 મીટર ઉપર હતુ. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ લેંડરને સૉફ્ટ લેંડિંગ કરાવવા માટે તેમાં લાગેલા થ્રસ્ટર્સનો ઉપયોગ અંતિમ સમયે બ્રેક માટે થવાનો હતો પરંતુ તેણે તેને રોકવાની જગ્યાએ તેનુ એક્સીલરેટરનું કામ કર્યુ. જેના કારણે તેની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપી થઈ ગઈ જ્યારે તે સમયે તેની ગતિ શૂન્યની આસપાસ રહેવાની હતી. વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ 330 મીટરની જે ઉંચાઈએ સંપર્ક તૂટ્યો જો ત્યારે પણ થ્રસ્ટરે પોતાનુ કામ કર્યુ હોત અને સ્પીડને 10 મીટર પ્રતિ સેકન્ડ (કે 36 કિલોમીટર પ્રતિ કલાક) સુધી લઈ આવતુ તો તે પોતાના પગના બળે ક્રેશ થતુ અને તેમાં લાગેલા શૂજ શૉક ઑબ્ઝર્વરનુ કામ કરતા. પરંતુ જે રીતે વિક્રમ પાસેથી કોઈ સિગ્નલ નથી મળી રહ્યુ તો તેમાં હાજર કમ્પ્યુટર અને બાકીની સિસ્ટમ ચોક્કસપણે ખરાબ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટમાં વકફ બોર્ડના વકીલ બોલ્યા, ‘બાબરે મંદિર તોડ્યુ નથી પરંતુ બનાવડાવ્યુ'આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટમાં વકફ બોર્ડના વકીલ બોલ્યા, ‘બાબરે મંદિર તોડ્યુ નથી પરંતુ બનાવડાવ્યુ'

કેમ ક્રેશ થયુ લેંડર વિક્રમ?

કેમ ક્રેશ થયુ લેંડર વિક્રમ?

વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે બેંગલુરુના યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરની જે ટીમે લેંડિંગની પ્રક્રિયા કરી જે પ્રોગ્રામિંગ કર્યુ હતુ, બની શકે કે તેમાં ગરબડ રહી ગઈ હોય. એક વૈજ્ઞાનિકે નામ ન જણાવવાની શરત કહ્યુ કે, ટીમો પ્રોગ્રામ જોઈ રહી હતી. અમારે એ જોવાનુ રહેશે કે શું ઉપયોગ પહેલા તેને વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લેંડરના ઉતરવાની અંતિમ મિનિટની પ્રક્રિયા દરમિયાન ઉંચાઈ, ગતિ અને તેના વેગને નિયંત્રિત કરવા માટે ઘણા પ્રકારનુ સૉફ્ટવેર પ્રોગ્રામિંગ કરવામાં આવ્યુ હતુ.

સદા માટે સૂઈ ગયુ વિક્રમ

સદા માટે સૂઈ ગયુ વિક્રમ

તમને જણાવી દઈએ કે વિક્રમને ફરીથી સક્રિય કરવાની બધી આશાઓ પણ શુક્રવારે એટલે કે 20 સપ્ટેમ્બર સુધી જ બચી હતી. કારણકે આ ચંદ્ર પર લૂનર ડે (ધરતીના 14 દિવસ બરાબર) નો છેલ્લો દિવસ હતો. લેંડર અને રોવરને આ 7 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી (લૂનર ડે) દરમિયાન સક્રિય રહેવા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ. લૂનર નાઈટ (ધરતીની 14 રાતો બરાબર) શરૂ થયા બાદ આમ પણ લેંડર અને રોવર પર લાગેલા બધા ઉપકરણ બેકાર થઈ જવાના હતા કારણકે લૂનર નાઈટ દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રૂવની સપાટીનુ તાપમાન માઈનસ 183થી માઈનસ 200 ડિગ્રી સુધી નીચે આવી શકે છે. જો કે અહીં એ સમજી લેવાનુ જરૂરી છે કે સૉફ્ટ લેંડિગની પ્રક્રિયા ચંદ્રમા મિશનના આગેવાન દેશો માટે પણ હંમેશાથી પડકારભર્યુ રહ્યુ છે. અમેરિકા, રશિયા અને ચીનના લેંડર્સને પણ આવા સંકટોમાંથી પસાર થવુ પડ્યુ છે. ઝડપથી ગુરુત્વાકર્ષણના બદલાતા કેન્દ્રો, અત્યાધિક ઝડપી ગતિ સાથે લગભગ શૂન્ય વેગથી ટચ-ડાઉનની આખી પ્રક્રિયા બહુ જ આકરી રહે છે.

English summary
Chandrayaan-2: lander Vikram will never awake,it did not land on the moon, it crashed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X