For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2: સમગ્ર મિશનમાં આ બે મહિલાની મહત્વની ભૂમિકા, જાણો કોણ છે તેઓ

Chandrayaan 2: સમગ્ર મિશનમાં આ બે મહિલાની મહત્વની ભૂમિકા, જાણો કોણ છે તેઓ

|
Google Oneindia Gujarati News

આ ઈસરોની રોકેટ વુમન છે, જેમણે ચાંદ પર ભારતનો દબદબો બનાવવાના સપનાને સાચું કરી બતાવ્યું. આ સપના ખાતર બંનેએ દિવસ રાત એક કરી દીધી. તેમાંનું પહેલું નામ છે મથુય્યા વનીથા, જેઓ મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. જ્યારે બીજું નામ છે રિતુ કરિધમ જેઓ ચંદ્રયાન 2ના મિશન ડાયરેક્ટર છે.

કોણ છે આ બે મહિલા

કોણ છે આ બે મહિલા

મુથય્યા વનીથા સેટેલાઈટ કોમ્યુનિકેશનના એક્સપર્ટ છે. તેઓ ચંદ્રયાન 2 મિશનની પહેલા ભારતના પ્રથમ રિમોટ સેંસિંગ સેટેલાઈટ પ્રોજેક્ટ Cartosat 1 અને Oceansat-2ના ડેપ્યૂટી પ્રોજેક્ટ ડાયરેક્ટ રહ્યાં છે. વનિતા પાછલા 32 વર્ષથી ઈસરો માટે કામ કરી રહ્યાં છે. તેઓ મંગળયાન મિશન સાથે પણ જોડાયેલાં રહ્યાં છે.

બંનેએ રાત દિવસ મહેનત કરી

બંનેએ રાત દિવસ મહેનત કરી

ઉંમરના 40ના પડાવમાં પ્રવેશ કરી ચૂકેલ મુથાયા વનિતાએ ઈસરોમાં પોતાના કામ માટે વિશાળ ઓળખ બનાવી છે. ચંદ્રયાન 2 મિશનમાં તેઓ પહેલા મહિલા પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યાં. ઈલેક્ટ્રોનિક સિસ્ટમ એન્જીનિયર મુથાયાએ અગાઉ રિમોટ સેંસિંગ સેટેલાઈટ દ્વારા ડેટા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના ચેરમેન ડૉ. કે સિવાને મીડિયાને આપેલ નિવેદનમાં કહ્યું હતું કે ઈસરોમાં લિંગભેદ બિલકુલ નથી. દરેક કાબેલ વ્યક્તિને બેહતરીન કામ કરવાનો મોકો મળે છે. ચંદ્રયાન 2માં 30 ટકા મહિલા વૈજ્ઞાનિક આનું ઉદાહરણ છે.

Chandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસChandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસ

રિતુ કરિધાલને અવોર્ડ પણ મળી ચૂક્યો છે

રિતુ કરિધાલને અવોર્ડ પણ મળી ચૂક્યો છે

જ્યારે ચંદ્રયાન 2ના મિશન ડાયરેક્ટર રિતુ કરિધલ મંગલયાન મિશનના ડેપ્યૂટી ઓપરેશન્સ ડાયરેક્ટર હતાં. તેમણે ચંદ્રયાન 2ના સફળ પ્રક્ષેપણના સમયે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે હંમેશા કહેવામાં આવે છે કે Men are from mars and women are from venus (પુરુષો મંગળ ગ્રહ પરથી આવે છે અને સ્ત્રીઓ શુક્ર ગ્રહ પરથી આવે છે) પછી મંગલ અભિયાનની આ સફળતા બાદ કેટલાય લોકો મહિલા વૈજ્ઞાનિકોને 'મંગલ કી મહિલા' કહેવા લાગ્યા. 1977થી ઈસરો સાથે કામ કરી રહેલ રિતુ કરિધલને 2007માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તક ઈસરોના પ્રતિષ્ઠિત યંગ સાઈન્ટિસ્ટ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.

English summary
Chandrayaan 2: mission was in hand of these two women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X