Chandrahyaan 2: લેંડર વિક્રમ સાથે આ કારણે નથી થઈ રહ્યો સંપર્ક, ચંદ્રયાન 1ના ડાયરેક્ટરે જણાવ્યુ કારણ
આખો દેશ એ જાણવા માંગે છે કે જ્યારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો)એ વિક્રમ લેંડરે લેંડર વિક્રમને શોધી લીધુ છે તો પછી તે લેંડર સાથે સંપર્ક કેમ નથી કરી શકતુ. હવે ચંદ્રયાન 1ના ડાયરેક્ટ રહેલા વૈજ્ઞાનિક માઈલસ્વામી અન્નાદૂરાઈએ આનો જવાબ આપ્યો છે કે છેવટે લેંડર વિક્રમને સિગ્નલ કેમ નથી મળી રહ્યા. રવિવારે ઈસરોના ચીફ કે સિવને જણાવ્યુ કે ચંદ્રયાન 2નુ લેંડર મળી ગયુ છે પરંતુ હજુ સુધી આનો કોઈ પણ સંપર્ક થઈ શક્યો નથી. સિવને એ પણ જણાવ્યુ હતુ કે ઑર્બિટરે લેંડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. શનિવારે લેંડર વિક્રમે ચંદ્રના સાઉથ પોલ પર લેંડ કરવાનુ હતુ પરંતુ ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા તેનો સંપર્ક ગ્રાઉન્ડ સ્ટેશનથી તૂટી ગયો હતો.

ચંદ્રની સપાટી સાથે સંપર્કમાં અડચણ
ચંદ્રયાન 1 ભારતનું પહેલુ મૂન મિશન હતુ અને અન્નાદુરાઈ આના ડાયરેક્ટર હતા. તેમનુ માનવુ છે કે ચંદ્રની સપાટી બની શકે કે લેંડર વિક્રમને સિગ્નલ મળવાથી રોકી રહી હોય. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરીને તેમણે જણાવ્યુ કે, ‘અમે લેંડરને લોકેટ કરી લીધુ છે અને હવે અમારે લેંડર સાથે સંપર્ક કરવાનો છે. જે જગ્યાએ લેંડર છે આશા છે કે તે જગ્યા એટલી સોફ્ટ લેન્ડ નહિ હોય. બની શકે કે અમુક અડચણો હોય ત્યાં જેના કારણે લેંડરનો સંપર્ક ન થઈ રહ્યો હોય.' લેંડર વિક્રમને ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેંડિગ કરવાનું હતુ. જે થર્મલ ઈમેજ આવી છે તેને જોઈને એવુ લાગે છે કે આ લેંડરની છે જેમાં રોવર પણ છે. આ ફોટોને ઑર્બિટરમાં ઈન્સ્ટોલ કેમેરાએ ક્લિક કર્યો છે. અત્યાર સુધી કોઈ પણ મૂન મિશનમાં ઉપયોગ થયેલા ઑર્બિટરનો આ એવો કેમેરો છે જેનુ રિઝોલ્યુશન સૌથી વધુ છે.

બહુ જરૂરી છે લેંડરથી કમ્યુનિકેશન
દૂરાઈના શબ્દોમાં, ‘ઑર્બિટર અને લેંડર વચ્ચે હંમેશા ટુ-વે કમ્યુનેકેશ હોય છે પરંતુ આપણે વન વે દ્વારા પણ સંપર્ક કરવાની કોશિશ કરી શકીએ છીએ.' તેમણે કહ્યુ કે આ કમ્યુનિકેશન જો કે 5થી 10 મિનિટથી વધુનુ નહિ હોય. હાલમાં લેંડર સાથે કમ્યુનિકેશન કરવુ પ્રાથમિકતા છે કારણકે લેંડર અને રોવર જો સક્રિય પણ થશે તો તેના વિના કોઈ પણ ડેટા જમીન સુધી મોકલી નહિ શકે. ઈસરોએ કહ્યુ છે કે તે 14 દિવસ સુધી લેંડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરશે. વિક્રમ લેંડરનું જીવન 14 દિવસ એટલે કે એક લૂનર ડે સમાન છે. ચંદ્રયાન 2ને શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી 22 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ.

ચંદ્ર પર જો થઈ રાત તો ફરીથી થઈ જશે મુશ્કેલી
ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તેમની વિક્રમનો સંપર્ક કરવા માટે બસ હવે 12 દિવસ છે. અત્યારે લૂનર ડે ચાલી રહ્યો છે અને માહિતી મુજબ એક લૂનર ડે ધરતીના 14 દિવસો સમાન હોય છે. અત્યાર સુધી બે દિવસ જતા રહ્યા છે. આગામી 12 દિવસો સુધી ચંદ્ર પર દિવસ રહેશે અને ત્યારબાદ રાત થઈ જશે. જો 12 દિવસમાં વિક્રમ લેંડર સાથે સંપર્ક ન થઈ શક્યો તો પછી કંઈ પણ કહેવુ મુશ્કેલ બની જશે. રાતે લેંડરનો સંપર્ક કરવામાં વૈજ્ઞાનિકોને બહુ જ મુશ્કેલી પડશે.