ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યપાલને સોપ્યુ રાજીનામુ, શપથ ગ્રહણ સુધી કાર્યકારી સીએમ તરીકે કરશે કામ
પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો ગુરુવારે બહાર આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું. બીજી તરફ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી હાર્યા બાદ રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ બીએલ પુરોહિતની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે ચરણજીત સિંહ ચન્નીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન તેમણે કહ્યું કે મેં મારું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. તેમણે મને અને કેબિનેટને નવી સરકાર શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા કહ્યું. હું જનતાનો આદેશ સ્વીકારું છું. આ સિવાય ચન્નીએ કહ્યું કે અમે લોકો વચ્ચે કામ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે અમે નવી સરકારને સસ્તી વીજળી, પેટ્રોલ-ડીઝલ અને રેતીના દરમાં ઘટાડો, એરિયર્સ માફી જેવા નિર્ણયોને યથાવત રાખવા વિનંતી કરી છે. પંજાબના લોકોએ પરિવર્તન માટે વોટ આપ્યો છે. અમે આશા રાખીએ છીએ કે તેમણે લોકોને જે સપનું બતાવ્યું હતું તેને અમે પૂર્ણ સહકાર આપીશું.
I have given my resignation to the Governor. He told me and the cabinet to continue until the new Government is sworn in. I accept the people's mandate: Outgoing Punjab CM Charanjit Singh Channi in Chandigarh#PunjabElections2022 pic.twitter.com/mZ4UHPEAzm
— ANI (@ANI) March 11, 2022
તમને જણાવી દઈએ કે તેઓ ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ સુધી કાર્યકારી સીએમ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. રાજ્યપાલ બીએલ પુરોહિતે તેમને નવી સરકાર આવે ત્યાં સુધી કામ કરવા કહ્યું છે. જણાવી દઈએ કે ચરણજીત સિંહ ચન્નીએ બે વિધાનસભા સીટો પર દાવો કર્યો હતો પરંતુ બંને સીટો પર તેમનો પરાજય થયો હતો.