For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર્જશીટ : કાન્ડાએ ગીતિકા સાથે ક્યારે શું કર્યું હતું?

|
Google Oneindia Gujarati News

gopal-kanda
નવી દિલ્હી, 11 મે : એર હોસ્ટેસ ગીતિકાની આત્મહત્યાના કેસમાં કોર્ટે હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોપાલ કાંડા વિરુદ્ધ દુષ્કર્મ અને અપ્રાકૃતિક શારિરીક સંબંધોના આરોપ ઘડ્યા છે. જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે કાંડા વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે તેમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

જિલ્લા ન્યાયાધીશ એસ કે સરવરિયાએ જણાવ્યું કે કાંડાએ 18 ઓક્ટોબર, 2006થી લઇને જૂન 2012ના સમયગાળા દરમિયાનપોતાની કોર્પોરેટ ઓફિસ તેમજ અન્ય જગ્યાઓએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યું અને અપ્રાકૃતિક શારિરીક સંબંધો બાંધ્યા હતા. પોસ્ટ મોર્ટમની રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે એર હોસ્ટેસનું લાંબા સમય સુધી શારિરીક શોષણ કરવામાં આવ્યું અને અરુણા ચઢ્ઢાની મદદથી કાંડાએ તેને અંતિમ અંજામ આપ્યો હતો.

ગોપાલ કાંડા સાથેના શારિરીક સંબંધોથી ગર્ભવતી બનેલી ગીતિકાને ગર્ભપાત કરાવવા માટે કાંડા દક્ષિણ દિલ્હીના એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. હવે એ ડૉક્ટર ફરિયાદી પક્ષનો ગવાહ છે. કાંડાનો પીડિતા પ્રત્યે ઝુકાવ કેટલો હતો તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે ધોરણ 12 પાસ એર હોસ્ટેસના એમડીએલઆર એરલાઇન્સ જોઇન કર્યાના કેટલાક સમય બાદ તેને નિર્દેશક બનાવી દેવામાં આવી હતી.

ચાર્જશીટ અનુસાર કાંડા એરહોસ્ટેસ પ્રત્યે અત્યંત આસક્ત હતો. અરૂણા ચઢ્ઢાની મદદથી તેણે એર હોસ્ટેસને માનસિક ત્રાસ આપવાની સાથે બ્લેકમેલ કરી અને ધમકીઓ પણ આપી. આ કારણે જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.

પૂરક આરોપ પત્રમાં પોલીસે જણાવ્યું છે કે કાંડાએ એરહોસ્ટેસનું શારીરિક શોષણ કરવાના હેતુથી અમિરાત એરલાઇન્સમાંથી તેને પોતાની કંપનીમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા. તેને અભ્યાસ માટે લાખો રૂપિયાની સ્કોલરશિપ પણ આપવામાં આવી. એર હોસ્ટેસના પરિવારને પણ આર્થિક મદદ કરવામાં આવી. આ બધુ એટલા માટે જ કરવામાં આવ્યું કે એર હોસ્ટેસ કાંડાની કંપની છોડીને ના જાય.

ફરિયાદી પક્ષનો આરોપ છે કે આ માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ત્રીજા આરોપી ચન શિવરૂપની મદદથી નકલી ઇ-મેઇલની મદદથી દુબઇના જજ હસન અબ્દુલ મસંદની અદાલતમાંથી 13 સપ્ટેમ્બર, 2010ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રત્યાર્પણ પત્રમાં ત્યાં તૈનાત કાઉન્સિલ જનરલ સંજય વર્માને મોકલવામાં આવ્યા. એટલું જ નહીં એરહોસ્ટેસ પર દબાણ લાવવા માટે ગોપાલ કાંડા અને અરુણા દુબઇ પણ ગયા હતા.

અદાલતે આરોપો ઘડતા સ્વીકાર્યું હતું કે એર હોસ્ટેસ સાથે લાંબા સમય સુધી દુષ્કર્મ અને કુકર્મ આચરવામાં આવ્યું હતું. તેના પર પરત ફરવાનું દબાણ કરવામાં આવ્યું જેના પગલે તેણે આત્મહત્યા કરી. પીડિતાએ પોતાની સુસાઇડ નોટમાં પોતાના મોત અંગે ગોપાલ કાંડા અને અરૂણા ચઢ્ઢાને દોષિત ગણાવ્યા હતા.

English summary
Chargesheet : What Kanda did with hostess Geetika?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X