છત્તીસગઢના મુખ્યમંત્રીએ અક્ષય કુમાર પર સાધ્યું નિશાન- કહ્યું તે ભારતીય પણ નથી
હાલમાં જ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનું ઈન્ટર્વ્યૂ લીધું. આ ઈન્ટર્વ્યૂને ભલે નોન પોલિટિકલ કહેવામાં આવ્યું, પરંતુ તેને લઈ રાજનૈતિક રૂપે ભારે વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. લોકો મુજબ ચૂંટણી સમયે આ ઈન્ટર્વ્યૂનો કોઈ અર્થ નહોતો. આ સંપૂર્ણ રીતે પીએમ દ્વારા પોતાની છબીને સુધારવાનો પ્રયાસ હતો.

મોદી સાથે અક્ષયનું ઈન્ટર્વ્યૂ
આ ઈન્ટર્વ્યૂ પર વત કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે કહ્યું કે, 'હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે એક નકલી ઈન્ટર્વ્યૂની જગ્યાએ એક અસલી પત્રકારોને ઈન્ટર્વ્યૂ આપો. બીજા કોઈને નહિ તો તેમણે અક્ષય કુમારને ઈન્ટર્વ્યૂ આપ્યું.. જ્યાં સુધી હું જાણું છું અક્ષય પાસે કેનેડાનું નાગરિકત્વ છે, તે કેનેડિયન છે... ન કે ભારતીય.'

વિવાદ છેડાયો
એટલું જ નહિ, બલકે મુખ્યમંત્રીએ આ ઈન્ટર્વ્યૂને Paid ગણાવ્યું. જણાવી દઈએ કે આ ઈન્ટર્વ્યૂમાં અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી જીવન પર વાલો પૂછ્યા હતા. જેમ કે કામ સિવાય તેઓ શું કરે છે, તેમના શોખ શું છે, તેમને કેરી ખાવી પસંદ છે કે નહિ... વગેરે વગેરે.
પીએમ મોદીના ‘તમારી પત્ની મારા પર ગુસ્સો કાઢે છે' વાળા નિવેદન પર ટ્વિંકલનો જવાબ

ભૂપેશ બઘેલે કહ્યું કે...
પરંતુ નેતાઓ અને કેટલાક અન્ય પત્રકારો મુજબ પીએમ અસલી મુદ્દાથી ભાગે છે અને માટે આ ઈન્ટર્વ્યૂ રચવામાં આવ્યું. છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદી બેરોજગાર, રાફેલ, સ્વામીનાથન આયોગના રિપોર્ટના સવાલોથી ભાગતા રહે છે. જનતા મુદ્દા અને જરૂરી સવાલોના જવાબ ઈચ્છે છે. પરંતુ વડાપ્રધાન મોદી માત્ર પોતાના મનની વાત કરે છે.