For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઈલ થી લઇ રહ્યો હતો કડકતી વીજળીનો ફોટો, ભયંકર પરિણામ

હાલમાં જ હવામાન વિભાગ ઘ્વારા દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં જ હવામાન વિભાગ ઘ્વારા દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ભારે વરસાદ બધા જ રેકોર્ડ તોડી શકે છે. એટલા માટે પહેલાથી પગલાં લેતા એનડીઆરએફ ત્રણ ટીમો ગોઠવી દેવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક લોકો સાવધાની ભરેલા પગલાં નથી લઇ રહ્યા અને તેના ભયંકર પરિણામો આવી રહ્યા છે.

તામિલનાડુના તિરુવલ્લુરમાં બુધવારે એક 43 વર્ષના વ્યક્તિની મૌત થઇ ગયી. આ વ્યક્તિ આકાશમાં કડકતી વીજળીનો ફોટો લેવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસ ઘ્વારા આ મૃતકની ઓળખ ચેન્નાઇ પાસે થિરૃપ્પાકામ ના એચએમ રમેશ તરીકે કરવામાં આવી છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના ત્યારે થયી જયારે તે પોતાના મિત્રના ઝીંગા ફાર્મમાં જઈ રહ્યો હતો.

કડકતી વીજળીનો ફોટો લેવા સમયે થયી દુર્ઘટના

કડકતી વીજળીનો ફોટો લેવા સમયે થયી દુર્ઘટના

પોલીસ સૂત્રો ઘ્વારા જણાવ્યા અનુસાર લગભગ 3.30 વાગ્યે રમેશે પોતાના સ્માર્ટફોન કેમેરા ઘ્વારા કડકતી વીજળીનો ફોટો લેવાની કોશિશ કરી. પરંતુ અચાનક વીજળીનો ઝાટકો રમેશ પર પડ્યો. જયારે તેના મિત્ર ઘ્વારા તેને ઉઠાવવાની કોશિશ કરવામાં આવી ત્યારે તેના ચહેરા અને છાતી પર ઘા પડ્યાના નિશાન મળ્યા.

વીજળીનો ફોટો લેવાની કોશિશ કરનારને સાવધાન રહેવાની સલાહ

વીજળીનો ફોટો લેવાની કોશિશ કરનારને સાવધાન રહેવાની સલાહ

પોલીસે શવને પોનેરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. રમેશના પરિવારમાં તેની પત્ની ઉમા (38) અને એક દીકરી જીયા (13) છે. આ ઘટના પછી પોલીસે વીજળીનો ફોટો લેવાની કોશિશ કરનારને સાવધાન રહેવાની સલાહ આપી છે.

ઘણા લોકોની મૌત થઇ ચુકી છે

ઘણા લોકોની મૌત થઇ ચુકી છે

આંધી અને તોફાન જોતા ઘણા લોકોને સતર્ક રહેવા માટે પણ સલાહ આપવામાં આવી છે. વીજળી કડકવાને કારણે ઉત્તર ભારતમાં ઘણા લોકોની મૌત થઇ ચુકી છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ અને પ્રશાશન ઘ્વારા લોકોને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

English summary
Chennai: man killed while trying to take photo of lightning on mobile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X