For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: તમિલનાડુ પૂરમાં દેવદૂત બન્યા સૈનાના જવાનો

|
Google Oneindia Gujarati News

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના પૂરગસ્ત વિસ્તારોની મુલાકાત લઇને 1000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું. વધુમાં કાલે થોડી વાર માટે વરસાદ રોકાતા રાહત બચાવમાં કાર્યમાં પણ તેજી જોવા મળી હતી. જો કે ત્યારબાદ ફરી વરસાદ ચાલુ થતા સ્થિતિ ગંભીર બની હતી.

નોંધનીય છે કે તમિલનાડુમાં આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં કુલ 269 લોકોની મોત થઇ છે. અને જાન-માલને પણ મોટું નુક્શાન થયું છે. પાણી ભરતા એરપોર્ટ પર વિમાન શીખ્ખે તરવા લાગ્યા છે. તો બીજી તરફ આટલા દિવસોના વરસાદના કારણે લોકોના ઘરોમાં ખાવા પીવાની વસ્તુઓ પણ ખૂટવા લાગી છે.

પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કાર્ય માટે રાષ્ટ્રીય આપદા રાહત બળ (એનડીઆરએફ)ની વધુ ચાર ટીમોને દિલ્હી અને 10 ટીમોને ભુવનેશ્વરથી વિમાન દ્વારા અરાક્કોણમ મોકલવામાં આવી છે. ત્યારે પાછલા કેટલાય દિવસોથી મકાનની છત, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર ફસાયેલા લોકો માટે ભારતીય સેનાના જવાનોનું મદદ પર આવવું કોઇ દેવદૂતનું મદદે આવવા સમાન જ રહ્યું હતું. ત્યારે ભારતીય સેના અને અર્ધ સૈનિક બળો અને પોલિસકર્મીઓની અવિરત મહેનત અને મદદે કેવી રીતે અનેક લોકોને મુશ્કેલીમાંથી બહાર નીકાળ્યા તેના ફોટો જુઓ અહીં...

પહેલા સ્ત્રીઓ અને બાળકો

પહેલા સ્ત્રીઓ અને બાળકો

ચેન્નઇની અનેક સોસાયટીઓ જ્યાં પહેલા માળો પાણીમાં ગરકાવ થઇ ગયો છે ત્યાં સેનાના જવાનો પાછલા કેટલાક દિવસથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે લઇ જઇ રહ્યો છે. અને બાળકો અને સ્ત્રીઓ અને વૃદ્ધોને સૌથી પહેલા બહાર નીકાળી રહ્યા છે.

લોકોનો બચાવ

લોકોનો બચાવ

પ્લાસ્ટિકની બોટલને પ્લાસ્ટિકની બેગમાં ભરીને લોકો માટે ખાસ નાના તરાપા બનાવવામાં આવ્યા છે જેના દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પાણીમાં ગરકાવ

પાણીમાં ગરકાવ

ચેન્નઇમાં અનેક જગ્યા તેવી છે જ્યાં પાણીનું સ્થર ખૂબ જ ઊંચુ છે ત્યાં લશ્કરના જવાનોએ દોરીઓ બાંધીને લોકોને સુરક્ષિત સ્થળે લઇ જઇ રહ્યા છે.

બચાવ

બચાવ

નોંધનીય છે કે આ પૂરે પાછલા 100 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે લોકોને આ રીતે બચાવી રહ્યા છે આપણી સેનાના જવાનો.

રસ્તામાં ઠેર ઠેર છે અવરોધો

રસ્તામાં ઠેર ઠેર છે અવરોધો

રાહત ટીમની સૌથી મોટી મુશ્કેલી તે છે કે બોટને લઇ જતી વખતે રસ્તામાં અનેક ઝાડ, વહાનો પડ્યા છે. જેથી રસ્તો નીકાળવો અશક્ય બની ગયો છે. અનેક વાર જવાનોને આ રીતે જાતે જ બોટ ખેંચવી પડે છે.

રેલ્વે સ્ટેશનમાં ફસાયેલા લોકો

રેલ્વે સ્ટેશનમાં ફસાયેલા લોકો

જે લોકો રેલ્વે સ્ટેશન પર ફસાયા છે તેમના માટે ખાવા પીવાની વસ્તુઓની સહાય પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

બિમારોની સહાય

બિમારોની સહાય

અનેક લોકો રેલ્વે સ્ટેશન પર ફસાયેલા છે જેમાંથી કેટલાક બિમાર પણ છે તેમને સહી સલામત સ્થળે મોકલવાનો પ્રયાસ ચાલુ છે.

એરલિફ્ટ

એરલિફ્ટ

ભારતીય એરફોર્સ દ્વારા અનેક લોકોને આર્મીના વિમાનોમાં એરલિફ્ટ કરીને હૈદરાબાદ અને દિલ્હીમાં લઇ જવામાં આવી રહ્યા છે.

એરફોર્સની અદ્રિતિય કામગિરી

એરફોર્સની અદ્રિતિય કામગિરી

તો એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર ફસાયેલા અનેક યાત્રીઓને એરફોર્સના એરકાફ્ટ દ્વારા દિલ્હી લઇ જવામાં આવ્યા છે.

રસ્તો ક્યાં ને પાણી ક્યાં

રસ્તો ક્યાં ને પાણી ક્યાં

આ છે ચેન્નઇનો એરિયલ વ્યૂ. જ્યાં રસ્તો પાણીમાં સબમર્ઝ થઇ ગયો છે. અને હજારો લોકો જાતે ચાલીને સલામત સ્થળે જઇ રહ્યા છે.

રસ્તા પર લોકો જ લોકો

રસ્તા પર લોકો જ લોકો

બિમાર લોકોને સ્થાનિકો અને સેનાના જવાનો સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે.

ચેન્નઇમાં તબાહી

ચેન્નઇમાં તબાહી

એક જવાન એક નાનકડા બાળકને લઇને ઝડપથી સલમાત સ્થળે જઇ રહ્યો છે.

રેલ્વે સ્ટેશન બન્યા ઘર

રેલ્વે સ્ટેશન બન્યા ઘર

રેલ્વે સ્ટેશન પર ફસાયેલા લોકોના માટે છેલ્લા કેટલાય દિવસની આજ રેલ્વે સ્ટેશન તેમનું ઘર બન્યું છે. અને અન્ય સ્થળોથી પણ લોકો અહીં આવી રહ્યા છે.

સેના નહીં પોલિસકર્મીઓ પણ કરી રહ્યા છે અવિરત કામ

સેના નહીં પોલિસકર્મીઓ પણ કરી રહ્યા છે અવિરત કામ

તેવું કહેવું અન્યાય થશે કે ખાલી સેનાના જ જવાનો રાહત બચાવનું કામ કરી રહ્યા છે. અર્ધ સૌનિક બળો, પોલિસકર્મી અને સ્થાનિક બધા મળીને રાહત બચાવ કામમાં લાગી પડ્યા છે.

આ છે ચેન્નઇ એરપોર્ટની એરિયલ તસવીર

આ છે ચેન્નઇ એરપોર્ટની એરિયલ તસવીર

આ છે ચેન્નઇ એરપોર્ટની એરિયલ તસવીર જેમાં તમે દૂર વિમાનો જોઇ શકો છો અને સાથે જ જોઇ શકો છે કે આ એરપોર્ટ પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે.

English summary
Chennai rain: How the Indian Army is battling nature's fury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X