Chhath Puja 2020: ભગવાન સૂર્યને અર્ધ્ય સાથે સંપન્ન થયો છઠ પૂજાનો તહેવાર
Happy Chhath Puja 2020 Day: આજે છઠ પૂજાના ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે મહાપર્વનુ સમાપન થઈ ગયુ છે. શનિવારે છઠ ઘાટથી આવીને વ્રતીઓ વ્રતનુ પારણુ કરશે. જો કે ઘણા રાજ્યોમાં છઠ ઘાટ પર જઈને પૂજા કરવા પર પ્રતિબંધ હતો. જે રાજ્યોમાં છઠ ઘાટ પર જવાની અનુમતિ હતી ત્યાં પ્રશાસન તરફથી વિવિધ દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા. ઘાટ પર માસ્ક પહેરવુ અનિવાર્ય હતુ. કોરોના કાળમાં બિહાર સાથે સાથે ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત દેશના અલગ અલગ ભાગોમાં છઠ પર્વની ધૂમ જોવા મળી હતી.
વ્રતીઓએ સવારે 06.30 વાગ્યાથી 06.49 વાગ્યા સુધી સૂર્ય દેવને અર્ધ્ય આપ્યુ. છઠને સૌથી વધુ બિહારમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. પટનામાં અલગ અલગ ઘાટો, તળાવો, જળાશયોમાં છઠની પૂજા કરવા માટે ભીડ જોવા મળી. કોરોના કાળમાં ઘણા લોકોએ પોતાના ઘરોમાં જ છઠનુ મહાપર્વ મનાવ્યુ. ઝારખંડમાં રાંચી, બિહારના પટના અને ઉત્તરપ્રદેશના લખનઉ અને વારાણસીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં નદીના ઘાટો પર પૂજા કરવાની પારંપરિક પ્રથાની મંજૂરી હતી પરંતુ ઘાટો પર કોવિડ-19ના નિયમોનુ ધ્યાન રાખવામાં આવ્યુ.
વળી, દિલ્લીમાં છઠ પૂજા માટે નદીના ઘાટો પર જવાની છૂટ આપવામાં આવી નહોતી. દિલ્લીમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને આ પગલુ લેવામાં આવ્યુ હતુ. દિલ્લી સરકારે લોકોને અપીલ કરી હતી કે તે છઠનુ મહાપર્વ પોતાના ઘરમાં જ મનાવે. તમને જણાવી દઈએ કે છઠ પૂજા 4 દિવસની હોય છે. પહેલા દિવસે 18 નવેમ્બરે વ્રતીઓ નાહી-ધોઈને દૂધીનુ શાક અને દાળ-ભાત ખાય છે. વળી, બીજા દિવસે 19 નવેમ્બરે આખો દિવસ ઉપવાસ કરીને સાંજે ખીરનો પ્રસાદ ગ્રહણ કરે છે. વળી, ત્રીજા દિવસે 20 નવેમ્બરે ફળ, ઠેકુઆથી ડૂબતા સૂરજને સાંજે અર્ધ્ય આપવામાં આવે છે. છઠ પૂજાના ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પૂજાનુ સમાપન કરવામાં આવે છે.
Krishna Story: જાણો ગાંધારીએ કેમ આપ્યો શ્રીકૃષ્ણને શ્રાપ?