For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ ચૂંટણીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો

છત્તીસગઢ ચૂંટણીઃ કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રાહુલ ગાંધીએ ઘોષણા પત્ર જાહેર કરતા કહ્યું કે આ મેનિફેસ્ટો એકદમ નવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ આવી રીતે જ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે ઘોષણા પત્રમાં 36 લક્ષ્ય રાખ્યાં છે. જેમાં ખેડૂતો, શિક્ષણ, સ્વાસ્થ્ય માટે વિવિધ વાયદા કર્યા છે.

કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર

કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર

ઉપરાંત ઘોષણા પત્રમાં સ્માર્ટ કાર્ડને ળઈને પણ દાવો કરવામાં આવ્યો છે. સરકાર બનવા પર 1 લાખ લોકોને નોકરી આપવાનો વાયદો અને બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો પણ કર્યો છે. આની સાથે જ ખેડૂતોનું દેવું માફ કરવાની પણ વાત રાખવામાં આવી છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી આજે છત્તીસગઢના પ્રવાસ પર છે.

36 વાયદા કર્યા

આ ઉપરાંત ચોખાના ન્યૂનતમ ટેકાના ભાવ 2500 રૂપિયા અને મકાઈના ન્યૂનતમ ટેકાના ભાવ 1700 રૂપિયા કરવાનો વાયદો કર્યો છે. ઘોષણા પત્રમાં ઘરેલૂ વીજળી બિલના દરને અડધા કરવાની, શહેરી અને ગ્રામીણ પરિવારોના આવાસ સુરક્ષા, તમામ વર્ગોના લોકોને 1 રૂપિયા પ્રતિ કિલોના દરથી પ્રતિ મહિને 35 કિલો ચોખા આફવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત રાજીવ મિત્ર યોજના અંતર્ગત 10 લાખ બેરોજગારોને માસિક અનુદાન આપવાનું પ્રાવધાન પણ રાખવામાં આવ્યું છે.

પોલીસ સ્ટેશને મહિલા સેલની રચના

પોલીસ સ્ટેશને મહિલા સેલની રચના

આ ઉપરાંત મહિલા સુરક્ષાને લઈને પણ વચન આપવામાં આવ્યું છે. દરેક પોલીસ સ્ટેશને મહિલા સેલનું ગઠન કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જ્યારે લઘુમતો માટે નોકરી અને વ્યાપારમાં અવસર વધારવા, સ્વાસ્થ્ય સેવાઓમાં વિસ્તાર અંતર્ગત 6 મેડિકલ કોલેજોને મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં પરિવર્તિત કરવાની વાત કરવામાં આવી છે.

સી-વોટર ઓપિનિયન પોલઃ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોનુ પલડુ છે ભારેસી-વોટર ઓપિનિયન પોલઃ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોનુ પલડુ છે ભારે

English summary
Chhattisgarh assembly elections 2018: Congress released manifesto read promises made by the party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X