For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ

Live: છત્તીસગઢ ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન

|
Google Oneindia Gujarati News

નવા દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન છે. પહેલા તબક્કા માટે છત્તીસગઢની 18 વિધાનસભા સીટ પર વોટિંગ થશે. આ તબક્કામાં નક્સલ પ્રભાવિત જિલ્લો બસ્તર અને રાજનાંદગાંવની સીટો પર મતદાન થશે. રાજનાંદગાંવ સીટથી મુખ્યમંત્રી રમણ સિંહ ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસે અહીંથઈ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લાને ટિકિટ આપી છે. મતદાનને લઈ ચૂંટણી આયોગે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. મતદાનની દરેક પળની અપડેટ લાઈવ જાણવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

election

Newest First Oldest First
1:18 PM, 12 Nov

અમૂક પોલિંગ બૂથ પર ઈવીએમ વારંવાર ખરાબ થઈ રહ્યાં હોવાની કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે, આ ખબર બિલકુલ ખોટી છેઃ ચૂંટણી પંચ
1:17 PM, 12 Nov

શાંતિપૂર્ણ થઈ રહ્યું છે વોટિંગ, કોઈ પ્રકારની ફરિયાદ મળી રહી છે તો તેને ઠીક કરવામાં આવી રહી છેઃ ચૂંટણી પંચ
1:16 PM, 12 Nov

છત્તીસગઢના જગદલપુરમાં ગાંધીનગર વોર્ટના કેટલાય લોકોનાં નામ વોટર લિસ્ટમાંથી કપાયાં, ગુસ્સાએલા ગામના લોકોએ પોલિંગ બૂથ બહાર હંગામો મચાવ્યો
1:15 PM, 12 Nov

રાજનાંદગાંવના માનપુર વિસ્તારમાં નક્સલીઓએ લગાવ્યાં મતદાન બહિષ્કારનાં પોસ્ટર્સ, ધમકી છતાં પોલિંગ બૂથ પર લોકોની લાઈનો લાગી
1:14 PM, 12 Nov

છત્તીસગઢમાં 18 વિધાનસભા સીટ પર મતદાન યથાવત 11.30 વાગ્યા સુધીમાં 16.24 ટકા મતદાન થયું હતું
1:13 PM, 12 Nov

રાજનાંદગાંવમાં નક્સલ પ્રભાવિત માનપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા, નક્સલીઓએ મતદાન બહિષ્કારનાં પોસ્ટર્સ લગાવ્યાં હતાં
10:39 AM, 12 Nov

છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 18 વિધાનસભા સીટ પર થઈ રહ્યું છે મતદાન, સવારે 10 વાગ્યા સુધીમાં 10.7 ટકા વોટિંગ થયું
10:38 AM, 12 Nov

છત્તીસગઢના દંતેવાડામાં ચિંતાગુફા પોલિંગ બૂથ પર વ્હીલ ચેર પર બેસીને વોટિંગ કરવા પહોંચ્યો દિવ્યાંગ યુવક, કડક સુરક્ષા વચ્ચે થઈ રહ્યું છે મતદાન
10:37 AM, 12 Nov

સુકમાઃ કોંટાના બાંદામાં એક મતદાન કેન્દ્ર પાસે આઈઈડી મળ્યો, કડક પોલીસ વ્યવસ્થા વચ્ચે ઝાડના છાંયડામાં બનાવવામાં આવ્યું પોલિંગ બૂથ, મતદાન યથાવત
10:36 AM, 12 Nov

સુકમાઃ કોંટાના બાંદામાં એક મતદાન કેન્દ્ર પાસે આઈઈડી મળ્યો, કડક પોલીસ વ્યવસ્થા વચ્ચે ઝાડના છાંયડામાં બનાવવામાં આવ્યું પોલિંગ બૂથ, મતદાન યથાવત
10:35 AM, 12 Nov

કુલ 4336 પોલિંગ બૂથમાંથી માત્ર 53 પોલિંગ બૂથો પર ટેક્નિકલ કારણોસર મતદાન શરૂ થવામાં વિલંબઃ ચૂંટણી પંચ
10:34 AM, 12 Nov

છત્તીસગઢમાં મતદાનને લઈને ચૂંટણી પંચનું નિવેદન, તમામ મતદાન કેન્દ્રો પર વોટિંગ સામાન્ય છે, પોલિંગ બૂથ પર મતદાતાઓની લાઈનો લાગી છે.
8:57 AM, 12 Nov

છત્તીસગઢમાં રાજનાંદગાંવના સંગવારીમાં કમલા કોલેજના પિંક પોલિંગ બૂથમાં ઈવીએમમાં ટેક્નિકલ ગડબડી, મતદાન પ્રક્રિયા અટકી.
8:51 AM, 12 Nov

સુરક્ષા બળો અને ચૂંટણીકર્મી દળને કોઈપણ પ્રકારની હાની થઈ નથી અને તમામ મતદાન બૂથને સુરક્ષિત કરવામાં આવ્યાં છેઃ દેવનાથ, એઆઈજી
8:49 AM, 12 Nov

દંતેવાડાઃ કેતકલ્યાણ બ્લૉકમાં તુમાકપાલ કેમ્પ પાસે નક્સલીઓએ 1-2 કિલો ઈમ્પ્રોવિઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ વિસ્ફોટ કર્યા.
8:46 AM, 12 Nov

ચૂંટણી પંચે મહિલાઓ માટે ખાસ બૂથ બનાવ્યાં છે, જેને સંગવારી નામ આપ્યું છે. અહીં મોટાભાગનો સ્ટાફ પણ મહિલાઓ જ હશે.
8:45 AM, 12 Nov

રાજનંદગાંવના સંગવારીમાં બનાવવામા આવેલ કમલા કોલેજ પિંક બૂથમાં ઈવીએમમાં ટેક્નિકલ ખામીના કારણે વોટિંગ અટક્યું.
8:31 AM, 12 Nov

છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 18 સીટ પર મતદાન શરૂ
6:18 AM, 12 Nov

પહેલા તબક્કાના મતદાન અંતર્ગત 10 સીટ પર 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી વોટિંગ શે. જ્યારે બાકીની સીટ પર 8 વાગ્યાી 5 વાગ્યા સુધી મતદાન થશે.
6:17 AM, 12 Nov

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન, પહેલા તબક્કામાં આજે કુલ 18 વિધાનસભા સીટ પર વોટિંગ થશે.
6:16 AM, 12 Nov

પહેલા ચરણ માટે નક્સલ પ્રભાવિત જિલ્લા બક્સર અને રાજનાંદગાંવમાં મતદાન, રાજનાંદગાંવની સીટથી મુખ્યમંત્રી રમણ સિંહ ચૂંટણી લડી રહ્યા છે.
6:15 AM, 12 Nov

કોંગ્રેસે રાજનાંદગાંવ સીટ પરથી સીએમ રમણસિંહ વિરુદ્ધ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લાને ચૂંટણી મેદાનમાં ઉતારી છે.
6:14 AM, 12 Nov

આજે છત્તીસગઢની કોટા, બીજાપુર, દંતેવાડા, ચિત્રકોટ, બસ્તર, જગદલપુર, નારાયણપુર, કેશવકાલ, કોંડાગાંવ, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, ખેરાગઢ, ડોંરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી અને મોહલ્લા માનપુર સીટ પર વોટિંગ

English summary
Chhattisgarh Assembly Elections 2018 First Phase Polling Live Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X