For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: છત્તીસગઢ વિધાનસભાનું બીજા તબક્કા માટે મતદાન શરૂ

Live: છત્તીસગઢ વિધાનસભાનું બીજા તબક્કા માટે મતદાન શરૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કા અંતર્ગત છત્તીસગઢની 72 વિધાનસભા સીટ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. પાછલા 15 વર્ષથી છત્તીસગઢની સત્તામાં રહેલ ભાજપ અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ ઉપરાંત આ વખતે ચૂંટણી મેદાનમાં અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને માયાવતીની બસપા પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. અજીત જોગી અને માયાવતી વચ્ચે થયેલ ગઠબંધનને પ્રદેશના રાજકીય સમીકરણોને અતિ મહત્વનાં માનવામાં આવી રહ્યાં છે. આકરી સુરક્ષા વચ્ચે છત્તીસગઢમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. અહીં વાંચો છત્તીસગઢમાં વોટિંગના દરેક પળની લાઈવ અપડેટ..

chhattisgarh election

Newest First Oldest First
4:05 PM, 20 Nov

છત્તીસગઢમાં બીજા તબક્કા અંતર્ગત 72 વિધાનસભા સીટ પર વોટિંગ યથાવત, બપોરે 3 વગ્યા સુધી 45.2 ટકા મતદાન.
4:04 PM, 20 Nov

છત્તીસગઢમાં કેટલીય જગ્યાએ ઈવીએમમાં ગડબડીની ફરિયાદ થઈ, પીએલ પુનિયાના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી આયોગના અધિકારીઓ સાથે મુલાકાત કરી.
4:04 PM, 20 Nov

છત્તીસગઢમાં બીજા તબક્કા અંતર્ગત બપોરે 12.30 વાગ્યા સુધીમાં 25.42 ટકા મતદાન થયું, કેટલીય જગ્યાએ ઈવીએમમાં છેડછાડની ફરિયાદ
4:03 PM, 20 Nov

છત્તીસગઢના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલે મતદાન કર્યું, લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.
10:59 AM, 20 Nov

છત્તીસગઢમાં સવારે 10 વાગ્યા સુધી 12.54 ટકા મતદાન, બીજા તબક્કામાં પ્રદેશની 72 વિધાનસભા સીટ પર મતદાન યથાવત
10:58 AM, 20 Nov

છત્તીસગઢના પેંડ્રામાં પોલિંગ બૂથ પર વોટ નાખવા પહોંચ્યા જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જોગી અને તેમનો દીકરો અમિત જોગી.
9:20 AM, 20 Nov

છત્તીસગઢમાં 19 જિલ્લાની 72 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
9:20 AM, 20 Nov

72 વિધાનસભા સીટ પર મતદાન શરૂ, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ
9:19 AM, 20 Nov

છત્તીસગઢમાં મુખ્ય મુકાબલો 15 વર્ષથી સત્તા સંભળાનાર ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે છે, અજીત જોગી અને માયાવતી પણ આ વખતે ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
9:18 AM, 20 Nov

છત્તીસગઢમાં મુખ્ય મુકાબલો 15 વર્ષથી સત્તા સંભળાનાર ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે છે, અજીત જોગી અને માયાવતી પણ આ વખતે ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
9:17 AM, 20 Nov

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું આજે વોટિંગ, બીજા તબક્કામાં 72 સીટ પર મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

English summary
Chhattisgarh Assembly Elections 2018 Second Phase Polling Live Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X