Chhattisgarh Blast: બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટ, 9 લોકોના મોત
Chhattisgarh Blast : છત્તીસગઢના બેમેટારામાં ગનપાઉડરની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મોટા અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના બેમેત્રાના બેરલા બ્લોકના બોરસી ગામ પાસે બની હતી.
ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા - જોરદાર વિસ્ફોટ બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘાયલોને તાત્કાલિક રાયપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતાની સાથે જ રાયપુર અને દુર્ગથી ફાયર બ્રિગેડના વાહનો અને એસડીઆરએફની બચાવ ટીમ રવાના થઈ ગઈ છે. ફાયર બ્રિગેડની એક ગાડી રાયપુરથી અને બે દુર્ગથી ઘટનાસ્થળે પહોંચી રહી છે. રાયપુરથી 20 સભ્યોની SDRF બચાવ ટીમ રવાના થઈ ગઈ છે.
#WATCH | Chhattisgarh: Six injured after a blast at an explosive factory in Bemetra. Details awaited: Bemetara Collector Ranbir Sharma pic.twitter.com/tFpJ2Y00Id
— ANI (@ANI) May 25, 2024
અકસ્માત સમયે કારખાનામાં 100 થી વધુ કામદારો - કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે ગનપાઉડર ફેક્ટરીમાં લગભગ 100 કર્મચારીઓ હાજર હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળતા જોવા મળ્યા હતા.
Chhattisgarh: Blast at 'Special Blast Limited' gunpowder factory in Gram Pirada, Berala block. Several injured and feared dead. District administration on site. More details awaited pic.twitter.com/C8msodzedu
— IANS (@ians_india) May 25, 2024












Click it and Unblock the Notifications
