છત્તીસગઢ CM ભૂપેશ બઘેલે કરી મોટી પહેલ, જનતાને આપ્યો CM રાહત કોષનો હિસાબ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સામાન્ય જનતા સાથે પારદર્શિતા રાખવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાનની રકમનો હિસાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે કોરોના સંકટમાં જરૂરતમંદોની મદદ માટે 24 માર્ચથી લઈને 7 મે સુધી મુખ્યમંત્રી રાહત કોષમાં કુલ 56 કરોડ 4 લાખ 38 હજાર 815 રૂપિયાની રકમ મળી છે. આનુ વિવરણ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી આપ્યુ. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, હું તમારી વચ્ચે મુખ્યમંત્રી રાહત કોષનો હિસાબ રાખી રહ્યો છુ.
હું બતાવવા ઈચ્છુ છુ કે ગઈ 24 માર્ચથી લઈને 7 મે સુધી મુખ્યમંત્રી રાહત કોષમાં વિવિધ દાન દાતાઓ દ્વારા કુલ 56 કરોડ 4 લાખ 38 હજાર 815 રૂપિયાની રકમ મળી છે. જેનાથી કોરોનાની રોકથામ તેમજ જરૂરિયાયોની મદદ માટે રાજ્યના બધા જિલ્લાઓને 10 કરોડ 25 લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવી ચૂકી છે. સંકટના સમયે તમે સરકાર પર આટલો ભરોસો વ્યક્ત કરી રહ્યા છો તો પારદર્શિતાને જાળવી રાખવી મારુ પણ કર્તવ્ય છે. વિશ્વાસ છે કે તમારો સહયોગ આગળ પણ મળશે.
તમને જણાવી દઈએ કે 24 માર્ચે સરકાર દ્વારા સ્વૈચ્છિક સહાયતાની અપીલ બાદ ઘણા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનુ પૂર્ણ કે વેતનનો અમુક ભાગ રાહત કોષમાં આપવાનુ એલાન કર્યુ. વળી, આબકારી તેમજ ઉદ્યોગ વિભાગના પ્રથમ અને દ્વિતીય શ્રેણીના અધિકારી દસ દિવસનુ અને તૃતીય શ્રેણીના કર્મચારીઓએ ત્રણ દિવસનુ વેતન મુખ્યમંત્રી કોષમાં આપવાનુ એલાન કર્યુ.
Chhattisgarh CM Bhupesh Baghel gives account of chief minister’s relief fund for transparency.આ સાથે જ છત્તીસગઢ સરકાર પોતાના આદેશમાં પ્રશાસનથી રાજ્યમાં નિસહાય લોકોને ચિહ્નિત કરીને તેમની મદદનો આહ્વાન કર્યુ હતુ. સરકારના નિર્દેશો બાદ રાયપુરમાં સામાજિક સંસ્થા સિખ ફોરમ અને મંદબુદ્ધોના બાળકોના આકાંક્ષા લાયન્સ સ્કૂલે ભોજન તૈયાર કરવા, ભોજનની સુરક્ષિત પેકિંગ અને વિતરણમાં સહયોગ કર્યો. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી વ્યવસ્થા માટે કહેવામાં આવ્યુ છે.
मैं आप सबके बीच “मुख्यमंत्री सहायता कोष” का हिसाब रख रहा हूँ।
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 11, 2020
मैं बताना चाहूँगा कि बीते 24 मार्च से लेकर 7 मई तक मुख्यमंत्री सहायता कोष में विभिन्न दान दाताओं के द्वारा कुल 56 करोड़ 4 लाख 38 हज़ार 815 रुपए की राशि प्राप्त हुई है।
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યમાં લાગુ લૉક ડાઉનના કારણે બધા પ્રકારની આર્થિક ગતિવિધિઓ બંધ છે. આનાથી રાજ્યમાંથી થતી આવકમાં ઘણો ઘટાડો આવ્યો છે જ્યારે કોરોના જેવી મહામારીથી નિપટવા માટે આર્થિક સંશાધનોની જરૂર પડી રહી છે. આ કડીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પીએમ મોદીને રાજ્ય માટે દસ હજાર કરોડ રૂપિયાનુ પેકેજ તાત્કાલિક આપવાની અપીલ કરી.
આ પણ વાંચોઃ