For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નામ પર લાગી અંતિમ મોહર, આજે થશે ઘોષણા

છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નામ પર લાગી અંતિમ મોહર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નવા સીએમના નામને લઈ સસ્પેન્સ યથાવત છે, મુખ્યમંત્રીના નામની ઔપચારિક ઘોષણા આજે બપોરે 12 વાગ્યે મીટિંગ બાદ થશે, આમ તો સૂત્રો કહી રહ્યા છે કે છત્તીસગઢમાં કોંગ્રેસને જીત અપાવનાર પાર્ટીના અધ્યક્ષ ભૂપેશ બધેલને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બધેલને સીએણ પદની ગિફ્ટ એમની આકરી મહેનતને કારણે મળી રહી છે, તેમણે રાજ્યના હાંશિયા પર મરણપથારીએ પડેલ કોંગ્રેસની અંદર જીવ ફૂંકવાનુ્ં કામ કર્યું છે.

ભૂપેશ બધેલના નામ પર લાગેલ અંતિમ મોહર, ઔપચારિક એલાન બાકી

ભૂપેશ બધેલના નામ પર લાગેલ અંતિમ મોહર, ઔપચારિક એલાન બાકી

આ સમયે દુર્ગ જિલ્લાના ભિલાઈ સ્થિત એમના આવાસ બહાર જશ્નનો માહોલ છે, હજારોની સંખ્યામાં સમર્થકો બઘેલને સમર્થન આપી રહ્યા છે અને ભારે આતશબાજી કરી રહ્યા છે, જેનાથી લગભગ નક્કી જ છે કે સીએમની ખુરસી પર બઘેલ જ બેઠશે.

રાહુલ ગાંધીએ આપ્યો ફોટો સંદેશ

રાહુલ ગાંધીએ આપ્યો ફોટો સંદેશ

અગાઉ શનિવારે બીજી વખત રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર સાંજે બેઠક થઈ, લગભગ એક કલાબની બેઠક બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ફોટો સંદેશ મોકલ્યો હતો, તેમણે ભૂપેશ બઘેલ, ટીએસ સિંહદેવ, ચરણદાસ મહંત અને તામ્રધ્વજ સાહૂની સાથે ફોટો ટ્વીટ કર્યો, જેમાં તેમણે રીડ હૉફમેનને કોટ કરતા લખ્યું, જો તમે એકલા રમી રહ્યા છો તો આનાથી કોઈ ફરક નથી પડતો કે તમારી રણનીતિ કેટલી શાનદાર છે, તમે હંમેશા એક ટીમથી હારી જશો.

ભૂપેશ બઘેલ શરૂથી જ સૌથી આગળ ચાલી રહ્યા હતા

ભૂપેશ બઘેલ શરૂથી જ સૌથી આગળ ચાલી રહ્યા હતા

કોંગ્રેસ સૂત્રો મુજબ સીએમ બનવાની રેસમાં ભૂપેશ બઘેલ શરૂઆતથી જ આગળ ચાલી રહ્યા હતા, જો કે તેમણે સિંહદેવ અને સાહૂને આકરી ટક્કર મળી રહી હતી. અગાઉ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પદના ચાર સંભવિત ઉમેદવારો ટીએસ સિંહ દેવ, તામ્રધ્વજ સાહૂ, ભેપશ બઘેલ અને ચરણ દાસ મહંત સાથે તેમના આવાસ સ્થાને મુલાકાત કરીને ચર્ચા કરી હતી.

કોંગ્રેસને 90 સભ્યોની વિધાનસભામાંથી 68 સીટ મળી

કોંગ્રેસને 90 સભ્યોની વિધાનસભામાંથી 68 સીટ મળી

આ બેઠકમાં કોંગ્રેસને કેન્દ્રીય પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના છત્તીસગઢ મામલાના પ્રભારી પીએમ પૂનિયા પણ સામેલ થયા. જણાવી દઈએ કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 90 સભ્યોવાળી વિધાનસભામાં 68 સીટ હાંસલ થઈ છે. જેમણે ભાજપને હરાવીને 15 વર્ષ બાદ સત્તા વાપસી કરી છે.

રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવી ગંભીર મામલોઃ કપિલ સિબ્બલરાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવી ગંભીર મામલોઃ કપિલ સિબ્બલ

English summary
Chhattisgarh Congress chief Bhupesh Baghel, who is said to be a key player behind the party’s impressive win in the state’s assembly elections, will likely be picked as the new chief minister, a person with knowledge of the matter said on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X