For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી-રાહુલ ગાંધીની રેલીઓમાં વધ્યુ ઉમેદવારોનું ‘ખીસ્સાનું ટેન્શન'

ચૂંટણી ખર્ચ અંગે એ ઉમેદવારો ખાસ્સા ચિંતામાં જોવા મળી રહ્યા છે જેમણે સ્ટાર પ્રચારકો દ્વારા પોતાના માટે મતો આપવાની અપીલ કરાવી છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનો શોરબકોર શમી ગયો છે. બે તબક્કામાં મતદાન પણ સમાપ્ત થઈ ચૂક્યુ છે. હવે રાહ છે તો માત્ર પરિણામોની કે છેવટે જીતની પાઘડી કોના સિરે બંધાશે. વળી, હવે ઉમેદવારોને વધુ એક ચિંતા ઘેરી રહી છે. ચૂંટણી ખર્ચ અંગે એ ઉમેદવારો ખાસ્સા ચિંતામાં જોવા મળી રહ્યા છે જેમણે સ્ટાર પ્રચારકો દ્વારા પોતાના માટે મતો આપવાની અપીલ કરાવી છે. સ્ટાર પ્રચારકોની સભાઓના ખર્ચ પર ચૂંટણી કમિશન પોતે જ નજર રાખી રહ્યુ છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ભાજપનું મોટુ પગલુ, 4 મંત્રીઓ સહિત 11 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ભાજપનું મોટુ પગલુ, 4 મંત્રીઓ સહિત 11 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડ

પીએમ મોદીની સભામાં આવેલા ઉમેદવારો પર 1.31 લાખનો બોજ

પીએમ મોદીની સભામાં આવેલા ઉમેદવારો પર 1.31 લાખનો બોજ

વિધાનસભા ચૂંટણીમાં મોટી મોટી રેલીઓ કરીને સ્ટાર પ્રચારક ઉમેદવારોના પક્ષમાં માહોલ બનાવવાની કોશિશ કરતા રહ્યા. પરંતુ હવે તેમની સાથે મંચ શેર કરવાનું ઉમેદવારોને ઘણુ ભારે પડી રહ્યુ છે કારણકે ચૂંટણી ખર્ચ ખાતામાં ચૂંટણી કમિશન એ સભાઓનો ખર્ચ પણ ઉમેરી રહ્યુ છે. આ કારણે ઉમેદવારો પર વધારાનો બોજ વધ્યો છે. તમને જણાવી દઈએ કે કમિશને ખર્ચની સીમા 28 લાખ સુધી નક્કી કરી રાખી છે. જે ઉમેદવારોએ ખર્ચનું વિવરણ આપ્યુ નથી તેમને ચૂંટણી કમિશન નોટિસ મોકલી રહ્યુ છે.

રાહુલ ગાંધીની સભામાં આવેલા ઉમેદવારો પર 61 હજારનો ખર્ચ

રાહુલ ગાંધીની સભામાં આવેલા ઉમેદવારો પર 61 હજારનો ખર્ચ

આ જ રીતે જો પીએમ મોદીની રેલીની વાત કરીએ તો બિલાસપુરની આ રેલીમાં 11 લાખ 85 હજાર 291 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. તે દરમિયાન મંચ પર 9 ઉમેદવારો હાજર હતા. ચૂંટણી કમિશન દ્વારા પ્રત્યેક ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં 1 લાખ 31 હજાર 699 રૂપિયા જોડવામાં આવ્યા. આ જ રીતે સીએમ રમણ સિંહે હેલીકોપ્ટરથી ચૂંટણી પ્રચાર કરીને ઉમેદવારો પર 1 લાખ 28 હજાર રૂપિયાનો વધારાનો બોજ વધાર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સભાઓ દ્વારા ઉમેદવારોના પક્ષમાં મત આપવાની અપીલ કરાયા બાદ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ખાતા પર 61 હજાર રૂપિયાનો વધારાનો બોજ વધ્યો છે.

યોગી આદિત્યનાથની સભા દરમિયાન ઉમેદવારો પર 71 હજાર ખર્ચ ઉમેરાયો

યોગી આદિત્યનાથની સભા દરમિયાન ઉમેદવારો પર 71 હજાર ખર્ચ ઉમેરાયો

યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા દરમિયાન 71 હજાર રૂપિયા ખર્ચ ઉમેરવામાં આવ્યો. જ્યારે રાજનાથ સિંહની બિલાસપુર સભા માટે ઉમેદવારોના ખાતામાં 57 હજાર રૂપિયા ઉમેરવામાં આવ્યા. જો કે તિફરામાં યોગી આદિત્યનાથની સભા દરમિયાન ધરમલાલ કૌશિક હાજર નહોતા પરંતુ યોગી આદિત્યનાથે તેમને મત આપવાની અપીલ કરી ત્યારબાદ કમિશને ચૂંટણી ખર્ચમાં રકમ ઉમેરી દીધી.

આ પણ વાંચોઃ શાહરુખને મળી ધમકી, 'ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'આ પણ વાંચોઃ શાહરુખને મળી ધમકી, 'ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'

English summary
chhattisgarh elections candidates worried about expenditure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X