For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ મળો, ભૂપેશ બઘેલ કેબિનેટના નવા મંત્રીને જે વાંચી-લખી શકતા નથી

ભૂપેશ બઘેલ કેબિનેટમાં લખમાને કોંગ્રેસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ બિલકુલ ભણેલા નથી.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં લગભગ 15 વર્ષ બાદ સત્તામાં ફેરફાર સાથે કોંગ્રેસમાં નવી સરકારની રચના કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંગળવારે કેબિનેટનો વિસ્તાર કર્યો અને 9 કોંગ્રેસ ધારાસભ્યો જેમાં એક મહિલા ધારાસભ્ય પણ શામેલ છે તેમને મંત્રી બનાવ્યા છે. આ સાથે જ બઘેલના કેબિનેટમાં કુલ 12 કેબિનેટ મંત્રી થઈ ગયા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે બધા 9 મંત્રીઓને મંગળવારે શપથ લેવડાવ્યા. જે નવ ધારાસભ્યોને મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા તેમાંથી એક કવાસી લખમાં પણ છે કે જે કોંટા વિધાનસભા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય છે.

નક્સલી હુમલામાં બચ્યા

નક્સલી હુમલામાં બચ્યા

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં થયેલા નક્સલી હુમલામાં લખમા બચી ગયા હતા. આ દરમિયાન નક્સલીઓએ સુકુમા જિલ્લાના દરભા ઘાટીમાં કોંગ્રેસના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં પૂર્વ મંત્રી મહેન્દ્ર કર્મા અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ નંદ કુમાર પટેલ અને વિદ્યાચરણ શુક્લા પણ શામેલ હતા. લખમાને કોંગ્રેસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ બિલકુલ ભણેલા નથી. જે સમયે શપથ ગ્રહણ સમારંભ થઈ રહ્યો હતો તે વખતે લખમાના હાથમાં એક કાગળ હતો પરંતુ તે તેની તરફ બિલકુલ જોતા નહોતા માત્ર આનંદીબેન પટેલનું અનુસરણ કરી રહ્યા હતા.

ગરીબ પરિવારમાં થયો જન્મ

ગરીબ પરિવારમાં થયો જન્મ

લખમાએ જણાવ્યુ કે હું ખૂબ ગરીબ પરિવારમાં પેદા થયો હતો અને ક્યારેય શાળાએ નથી ગયો. તેમછતાં દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે તેમને ટિકિટ આપી અને ચૂંટણી લડવાનો મોકો પણ આપ્યો. સમાજના દરેક વર્ગના લોકો જેમાં ઉદ્યોગપતિ, ગરીબ, યુવા શામેલ છે તેમણે મને પ્રેમ આપ્યો. મને શિક્ષણનો મોકો નથી મળ્યો પરંતુ આજે હું મંત્રી બન્યો છુ. હવે હું ગરીબો માટે કામ કરીશ અને તેમની મદદ કરીશ. તમને જણાવી દઈએ કે લખમા આદિવાસી નેતા છે અને પહેલી વાર કોંટા વિધાનસભા સીટ પરથી 1998માં ધારાસભ્ય ચૂંટવામાં આવ્યા હતા. તે વખતે છત્તીસગઢ મધ્ય પ્રદેશનો હિસ્સો હતો. ત્યારબાદ તે 2003, 2008, 2013, 2018માં અહીંથી ધારાસભ્ય ચૂંટવામાં આવ્યા.

કેવી રીતે કરશે ફાઈલો પર હસ્તાક્ષર?

કેવી રીતે કરશે ફાઈલો પર હસ્તાક્ષર?

જ્યારે લખમાને પૂછવામાં આવ્યુ કે તમે કેવી રીતે મંત્રી તરીકે ફાઈલો પર હસ્તાક્ષર કરશો તો તેમણે કહ્યુ કે ભગવાને મને વિવેક આપ્યો છે અને હું તેનો ઉપયોગ કરીશ જેમકે હું છેલ્લા બે દાયકાથી ધારાસભ્ય તરીકે કરતો આવ્યો છુ. મારા ઉપર ક્યારેય પણ ભ્રષ્ટાચાર કે બેઈમાનીના આરોપ નથી લાગ્યા. મને એ વાતનો પૂરો ભરોસો છે કે મંત્રી તરીકે હું મારી જવાબદારી પૂરા સ્વાભિમાન સાથે નિભાવીશ. જે સમયે તમામ મંત્રીઓ શપથગ્રહણ થઈ રહ્યુ હતુ તે વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએમ પુનિયા, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વગેરે કાર્યક્રમમાં શામેલ હતા. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં મહત્તમ 13 કેબિનેટ મંત્રી થઈ શકે છે જેમાં મુખ્યમંત્રી પણ શામેલ છે. અહીં કોંગ્રેસે કુલ 90 ધારાસભ્યો સીટોમાંથી 68 સીટો પર જીત નોંધાવી છે. જ્યારે ભાજપના ખાતામાં માત્ર 15 સીટો આવી છે.

આ પણ વાંચોઃ ઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી, મુસાફરો મુશ્કેલીમાંઆ પણ વાંચોઃ ઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી, મુસાફરો મુશ્કેલીમાં

English summary
Chhattisgarh government new minister Kawasi Lakhma who can not read and write.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X