છત્તીસગઢમાં બે નક્સલી હુમલા: 12ના મોત

Google Oneindia Gujarati News

બીજાપુર, 12 એપ્રિલ : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થયેલા બે જુદા જુદા વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 5 સીઆરપીએફ જવાનો છે. જ્યારે બાકીના 7 મતદાન અધિકારીઓ છે.

અહીંના બીજાપુરમાં નક્સલીઓએ મતદાન કરીને પરત ફરી રહેલી મતદાન અધિકારીઓની ટુકડીની બસ પર હુમલો કર્યો છે. આ બસમાં મતદાન અધિકારીઓ સાથે સુરક્ષા જવાનો પણ સામેલ હતા. આ હુમલામાં છ મતદાન કર્મચારીઓના મોત થયા છે.

naxal-attack-chhattisgarh

સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બીજાપુરના કુટરુ પોલીસ વિસ્તાર અંતર્ગત ગુદમા ગામમાં મતદાનકર્મીઓથી ભરેલી એક બસ ઉડાવી દીધી હતી. આ ઘટનામાં અન્ય છ લોકો ગંભીર રીતે ઘવાયા છે.

નક્સલીઓએ બસ્તરમાં પણ એક એમ્બ્યૂલેન્સને બોમ્બ વિસ્ફોટ કરી ઉડાવી દીધી છે. આ બસમાં સીઆરપીએફના જવાનો સવાર હતા, જેઓ મતદાન મથકેથી પાછા ફરી રહ્યા હતા. પાંચ સીઆરપીએફ જવાનો આ હુમલામાં શહીદ થયા છે.

બસ્તરમાં 10 એપ્રિલે મતદાન થયા બાદ મતદન દળો પાછા ફરી રહ્યા હતા. આજે મતદાન કરનારા કેટલાક અધિકારીઓ એક બસામાં સવાર હતા. કેતુલનાર નજીક તળાવ પાસે નક્સલીઓએ સૂરંગ વિસ્ફોટ કર્યો હતો. આ દરમિયાન નક્સલીઓએ ફાયરિંગ પણ કર્યું.

English summary
In two separate major Maoist strikes in Chhattisgarh's Bastar zone, at least seven officials on polling duty and five CRPF personnel were killed on Saturday, two days after peaceful polls were held in the region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X