For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નબળા હૃદયવાળા ના જુએ વીડિયો, કબર ખોદીને કરાયું યુવતીઓનું પોસ્ટમોર્ટમ!

|
Google Oneindia Gujarati News

રાયપૂર, 30 મે : છત્તીસગઢમાં કોંગ્રેસના કાફિલા પર હુમલા દરમિયાન થયેલા નરસંહાર માટે અમુક અંશે છત્તીસગઢ સરકાર પર જવાબદાર છે. કારણ કે ઘણી વખત અહીં ક્રાઇમ પોલીસ કરે છે અને નામ નક્સલીઓનું આપવામાં આવે છે. ઘણી વખત નિર્દોષ ગામના લોકોને નક્સલીઓ ઘણાવીને મારી નાખવામાં આવે છે. 2009ના આવા જ એક મામલાની યાદો તાજી થઇ ગઇ જ્યારે આજે યુટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો.

આ વીડિયો અંગે ચર્ચા કર્યા પહેલા અમે આપને ચેતવણી આપવા માંગીએ છીએ કે જો આપ નબળા હૃદયના હોવ તો આ વીડિયોને ના જોતા. વીડિયોમાં યુવતીઓને કબરમાંથી કાઢીને ખુલા આકાશની નીચે પોસ્ટમોર્ટમ કરતા બતાવવામાં આવ્યું છે.

આ ઘટના એ વાત સાબિત કરે છે કે આજે પણ આપણી પોલીસ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા કેટલી નબળી છે કે ઘટના સ્થળ સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચાડવામાં ના આવી. જે નિર્દયતાથી યુવતીઓને મારવામાં આવી, તે આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.

શું હતી ઘટના: વર્ષ 2009માં કેટલાંક પોલીસ કર્મચારીઓએ દંતેવાડાના સિંગારમ ગામમાં 19 આદિવાસીઓની હત્યા કરી દીધી હતી. મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે તે આદિવાસીઓને નક્સલીઓ ગણાવી દેવામાં આવ્યા. અને કહેવામાં આવ્યું કે તેમના મૃતદેહ નક્સલીઓ ઉઠાવીને લઇ ગયા. કેસ ત્યાંજ દબાઇ ગયો પરંતુ જ્યારે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી ત્યારે કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો.

ત્યારે જઇને સત્ય સામે આવ્યું કે તેઓ નક્સલી નહીં પરંતુ આદીવાદીઓ હતા. તેમના મૃતદેહ ગામમાં જ દાટી દેવામાં આવ્યા હતા. 19 લોકોમાં 11 યુવતીઓ હતી. કોર્ટે આદેશ કર્યો કે મૃતદેહ બતાવવામાં આવે અને તેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવે. ત્યારે પોલીસ અને સીઆરપીએફની દેખરેખ હેઠળ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આખો મામલો ખુલી જતા એસપીએ આત્મહત્યા સુધ્ધા કરી લીધી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ એન્કાન્ટરને નકલી ગણાવ્યું છે.

વીડિયો જોવા માટે ફોટો સ્લાઇડર પર ક્લિક કરો...

કબર ખોદીને કરાયું યુવતીઓનું પોસ્ટમોર્ટમ!
કબર ખોદીને કરાયું યુવતીઓનું પોસ્ટમોર્ટમ!
કબર ખોદીને કરાયું યુવતીઓનું પોસ્ટમોર્ટમ!
કબર ખોદીને કરાયું યુવતીઓનું પોસ્ટમોર્ટમ!

English summary
A video of Singaram, Dantewada has came into light which shows the post mortem of girls who were raped and killed by Chhattisgarh policemen in 2009.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X