ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ ગળતરઃ 2 GM સહિત છનાં મોત
રાયપુર, 13 જૂનઃ છત્તીસગઢના ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગુરુવારે સાંજે મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરીલી ગેસ ગળતર થવાના કારણે બે જીએમ સહિત છ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એકનું મોત ભાગદોડ બાદ પાણીમાં પડવાથી થયું છે. ગેસની ઝપેટમાં આવવાથી 29 લોકો બેભાન થઇ ગયા હતા.

અસરગ્રસ્તોમાં વોટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ ઉપરાંત ફાયર બ્રિગેડ અને સીઆઇએસએફના જવાન પણ સામેલ છે. તમને જણાવી દઇએ કે તેના પહેલા પણ બીએસપીમાં અનેક દુર્ઘટનાઓ થઇ ચૂકી છે. 9 જાન્યુઆરી 1986માંકોક ઓવનમાં ગેસ ગળતર થયું હતું, જેમાં 15 લોકોના મોત નીપજ્યાં હતા. 29 મે 1993ના રોજ યુનિટમાં દિવાલ ધસી પડી હતી, જેમાં છ મહિલા મજૂરોના મોત નીપજ્યાં હતા. જ્યારે 2008માં એમએસડીએસ-1માં એક કર્મચારીનું મૃત્યું થયું હતુ અને છ લોકોને ઇજા પહોંચી હતી.












Click it and Unblock the Notifications
