For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે કરુણા શુક્લા, જેમણે રમણ સિંહને તેમના ગઢમાં હરાવ્યા

જાણો કોણ છે કરુણા શુક્લા, જેમણે રમણ સિંહને હરાવ્યા

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપ કોંગ્રેસના હાથ માત ખાતો જણાઈ રહો છે. શરુઆતી રુઝાનોમાં કોંગ્રેસ ભાજપથી આગળ છે. બીજા બાજુ પ્રદેશના મુખ્યમંત્રી રમણ સિંહ પણ પોતાની રાજનંદગાંવ સીટથી પાછળ ચાલી રહ્યા છે. તેમણે આ સીટથી જે ઉમેદવારે આકરી ટક્કર આપી તે બીજું કોઈ નહ, બલકે દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લા છે, જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.

32 વર્ષ બાદ ભાજપ છોડીને કોંગ્રેસ જોઈન કર્યું

32 વર્ષ બાદ ભાજપ છોડીને કોંગ્રેસ જોઈન કર્યું

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સીએણ રમણ સિંહ હારતા હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. શરૂઆતી રુઝાનોમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર માત આપી રહ્યા છે. કોંગ્રેસથી જે ચેહરો સીએમને હરાવી રહ્યો છે તે છે કરુણા શુક્લા. તેઓ પહેલાં ભાજપનાં સભ્ય હતાં, રંતુ 2013માં તેમણે બાજપની સાથે પોતાનો 32 વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો અને પંજો થામી લીધો હતો.

ભાજપ તરફથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યાં

ભાજપ તરફથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યાં

કરુણા શુક્લા ભાજપની ટિકિટ પર કોરબાથી સાંસદ રહી ચૂક્યાં છે, જ્યારે બલોદા બજારથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2014 લોકસભા ચૂંટણીની વચ્ચે 27 ફેબ્રુઆરી 2014ના રોજ શુક્લા કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં હતાં. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટી પોતાની વિચારધારાથી અલગ હટી ગઈ છે અે હવે સત્તાની પકડમાં છે.

રમણ સિંહને આપી રહ્યાં છે ટક્કર

રમણ સિંહને આપી રહ્યાં છે ટક્કર

2014 લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી બિલાસપુરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના લખન લાલ સાહુએ તેમને માત આપી હતી. હવે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને રમણ સિંહ સામે ઉતાર્યાં છે અને રૂઝાનો પર નર કરીએ તો કોંગ્રેસનું આ પગલું સફળ સાબિત થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં કોંગ્રેસને 55 સીટ પર બહુમત મળ્યું છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ, દિલ્હી મુખ્યાલય બહાર જશ્નનો માહોલમધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ, દિલ્હી મુખ્યાલય બહાર જશ્નનો માહોલ

English summary
Chhattishgarh Assembly Elections Results 2018: Know Karuna Shukla, Who Is Defeating CM Raman Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X