જાણો પોતાને દેશભક્ત ડોન કહેનાર છોટા રાજન કેમ ખુશ છે તેની ધરપકડથી

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે ઇન્ડોનેશિયાના બાલીના એરપોર્ટ પરથી અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી છોટા રાજનની ઇન્ડોનેશિયાની પોલિસે અટક કરી. જાણકારોનું માનીએ તો પોતાની અટક વખતે રાજન ખુબ જ ખુશ જણાતો હતો. તેના ચહેરા પર પકડાઇ જવાની કોઇ ચિંતા નહતી. નોંધનીય છે કે છોટા રાજનને ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ હેઠળ પકડવામાં આવ્યો છે. અને તેના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ત્યારે કેમ તેના ચહેરા પર પકડાઇ જવાનો કોઇ ભય નહતો તે અનેક સવાલો ઊભા કરે છે.

 

ભારત આવશે મોસ્ટ વોન્ટેડ છોટા રાજન, જાણો શું છે રાજનનો ભૂતકાળ?

નોંધનીય છે કે છોટા રાજન પોતાને દેશભક્ત ડોન જણાવે છે. તેણે મુંબઇમાં દાઉદ ઇબ્રાહિમ દ્વારા કરાવાયેલા બ્લાસ્ટ બાદ તેની સાથે પોતાનો છેડો ફાડી નાંખ્યો હતો. એટલું જ નહીં તેણે ગુપ્તચર વિભાગને દાઉદ ઇબ્રાહિમ અંગે જાણકારી આપવાની વાત પણ ઉચ્ચારી હતી.

જાણો કેમ એક વખતના જીજા-સાળા, આજના દુશ્મન બની ગયા

ત્યારે શું ખરેખર છોટા રાજન એક દેશભક્ત ડોન છે? શું ખરેખર તેના પકડાઇ જવાથી ભારત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની અટક કરી શકશે? શું તેની અટક એક નાટક છે? આવા તમામ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ અમે અમારા સુત્રો દ્વારા કર્યો અને તેમાંથી કેટલીક રસપ્રદ અને ચોંકવનારી જાણકારી પ્રાપ્ત થઇ જે નીચે મુજબ છે. તો વાંચો નીચેનો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

કેમ હતો રાજન ખુશ?
  

કેમ હતો રાજન ખુશ?

ઇન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી જ્યારે રાજનને પકડવામાં આવ્યો ત્યારે તે ખુશ હતો. તેના ચહેરા પર પકડાવાનો કોઇ ભય કે ચિંતા ન હતી. જેને અનેક સવાલો ઊભો કર્યા છે? શું ખરેખરમાં છોટા રાજન પકડવા માંગતો હતો?

નિષ્ક્રિય ડોન છે છોટા રાજન!
  

નિષ્ક્રિય ડોન છે છોટા રાજન!

નોંધનીય છે કે પાછલા કેટલાક વર્ષોથી છોટા રાજન એક ડોન તરીકે નિષ્ક્રિય છે. તેણે પોતાની ગેંગમાં કોઇ નવા લોકોનો સમાવેશ નથી કર્યો. વળી પોતાની ગેંગ અને તેના કામથી કેટલાક વખતથી દૂરી બનાવીને બેઠો છે.

બિમાર છે રાજન
  
 

બિમાર છે રાજન

એટલું જ નહીં પાછલા કેટલાક વખતથી છોટા રાજન બિમાર છે તેને રાજ ચેકઅપ કરાવો પડે છે. વળી તેની ઉંમર પણ થઇ ગઇ છે. અને જો આવા સંજોગોમાં દાઉદ દ્વારા તેની પર હુમલો થશે તો તેના બચવાની શક્યતા ઓછી છે. તો શું આ જ કારણે તેને પોતાની ધરપકડ થવા દીધી, જેથી તે જેલના સળિયા પાછળ યોગ્ય ઇલાજ કરાવી શકે અને

છોટા રાજન પોતાને દેશભક્ત ડોન કહે છે!
  

છોટા રાજન પોતાને દેશભક્ત ડોન કહે છે!

છોટા રાજન પોતાને દેશભક્ત ડોન કહે છે તેણે મુંબઇ બોમ્બ બ્લાસ્ટ પછી પોતાને અંડર વર્લ્ડ ડોન અને મુંબઇ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમથી અલગ કરી લીધો હતો.

શું છે દેશભક્ત ડોનનો મતલબ?
  

શું છે દેશભક્ત ડોનનો મતલબ?

આ સવાલ અમે ગુપ્તચર સંસ્થાના અધિકારીઓને કર્યો હતો. તેમના મત મુજબ રાજને આ ટેગ પોતે જ પોતાને આપ્યું છે. આ દ્વારા આવા ડોન સ્થાનિક લોકોનો સપોર્ટ મેળવવા માટે કરે છે. અધિકારીઓના મત મુજબ અંડરવર્લ્ડમાં પૈસા સૌથી મહત્વના છે. અહીં પાવર અને પૈસા આગળ હિંદુ કે મુસ્લિમ ડોન શબ્દ નાનો થઇ જાય છે. જો કે તેમ છતાં તેમણે તે વાત સ્વીકારી કે મુંબઇ બ્લાસ્ટ બાદ અંડરવર્લ્ડના સમીકરણો બદલાયા હતા.

શું રાજન ભારતને મદદ કરી હતી?
  

શું રાજન ભારતને મદદ કરી હતી?

કહેવાય છે કે ગુપ્તચર સંસ્થાને છોટા રાજન દાઉદ ઇબ્રાહિમની માહિતી પહોંચાડતો હતો. જો કે ગુપ્તચર સંસ્થાના અધિકારીઓએ આ વાત નકારી છે.

શું રાજનની અટક દાઉદને પકડાવી શકશે?
  

શું રાજનની અટક દાઉદને પકડાવી શકશે?

છોટા રાજનની ધરપકડ બાદ જાણકારો ક્યાસ લગાવી રહ્યા છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમને આ દ્વારા પકડી શકાશે? જો કે આ વાતે બે મત છે એક મત મુજબ રાજન હવે ધરડો અને નિષ્ક્રિય ડોન બની ચૂક્યો છે તેની પાસે દાઉદની જાણીકારી હોવાની શક્યતા ઓછી છે તો બીજા મત મુજબ જ્યારે પણ દાઉદ પકડાશે ત્યારે રાજનની ધરપકડ દાઉદ સામે આરોપો ધડવામાં અને દાઉદ વિરુદ્ધ કેસ મજબૂત કરવામાં મદદરૂપ થઇ શકે છે

English summary
Chhota Rajan is Happy with his arresting, Dawood Ibrahim's D company unhappy.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.