For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગે સેક્સ પર આર્મી ચીફ જનરલ રાવતનું નિવેદનઃ સેનામાં આ બધુ નહિ ચાલે

ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ કરી દીધુ છે કે સેનામાં ગે સેક્સ કે પછી સમલૈંગિકતા માટે કોઈ જગ્યા નથી.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ કરી દીધુ છે કે સેનામાં ગે સેક્સ કે પછી સમલૈંગિકતા માટે કોઈ જગ્યા નથી. જનરલ રાવત ગુરુવારે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા અને અહીં જ તેમણે આ નિવેદન આપ્યુ છે. આ સાથે તેમણે એડલ્ટ્રી પર પણ નિવેદન આપીને રેડ સિગ્નલ આપ્યુ છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ બંને મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટ તરફથી ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 377 હેઠળ સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢી દીધુ હતુ. જનરલ રાવતને સમલૈંગિકતા અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા અને તેમણે પોતાનો જવાબ સ્પષ્ટ કરી દીધો છે કે સેનાનું વલણ કોઈ પણ કિંમતે નહિ બદલાય. સેનામાં કોઈ પણ પ્રકારની સમલૈંગિકતાને જગ્યા નહિ મળી શકે તેમના જવાબથી તો કમસે કમ આ જ લાગે છે.

કાયદાથી ઉપર નથી સેના

કાયદાથી ઉપર નથી સેના

જનરલ રાવતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ થઈ શકે છે. જનરલ રાવતે કહ્યુ છે કે ઈન્ડિયન આર્મી કાયદાથી ઉપર નથી. પરંતુ સેનામાં સમલૈંગિકો માટે કોઈ જગ્યા નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધુ છે. સેના પ્રમુખે કહ્યુ, ‘અમારા લોકોને ત્યાં આ નહિ ચાલે.' તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે સેના કાયદાથી ઉપર તો નથી પરંતુ એ વાત પર પણ રાજી થયા કે બંધારણ આ પ્રકારની સ્વતંત્રતા આપે છે.

અમે આવુ નહિ થવા દઈએ

અમે આવુ નહિ થવા દઈએ

જનરલ રાવતે કહ્યુ, ‘સેનામાં આવુ નહિ થવા દઈએ.' તેમણે એ પણ કહ્યુ કે હોમોસેક્સ્યુઆલિટી માટે સેનાનો પોતાનો કાયદો છે. જનરલ રાવતના શબ્દોમાં, ‘અમે ના તો આધુનિક છે અને ના પશ્ચિમી સભ્યતા જેવા.' એલજીબીટી જેવા ઈશ્યુ અમને સ્વીકાર્ય નથી. સેના પ્રમુખે કહ્યુ કે સેનામાં આ પ્રકારના મુદ્દાઓ આર્મી એક્ટ હેઠળ રાખીને ઉકેલવામાં આવશે. આર્મી ચીફે સ્પષ્ટ કરી દીધુ છે કે સેના રૂઢિવાદી છે. જનરલ રાવતે આ મુદ્દા પર આગળ કહ્યુ, ‘અમુક એવા અધિકાર અને સુવિધાઓ છે જે સામાન્ય નાગરિકો માટે છે જવાનો માટે નથી. અમુક વસ્તુઓ અમારા માટે અલગ હોય છે.'

‘અમે રૂઢિવાદી છે, પ્લીઝ'

‘અમે રૂઢિવાદી છે, પ્લીઝ'

જનરલ રાવતને જ્યારે એડલ્ટ્રી પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે જણાવવામાં આવ્યુ તો આના પર પણ તેમનો જવાબ ઘણો ચોંકાવનારો હતો. જનરલ રાવતે કહ્યુ, ‘સેના ખૂબ જ રૂઢિવાદી છે. અમે સેનામાં આને જગ્યા ન આપી શકીએ.' ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની એક બેંચે આઈપીસીના સેક્શન 377 હેઠળ સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધુ હતુ. સુપ્રીમ કોર્ટનું કહેવુ હતુ કે આને ગુનાની શ્રેણીમાં રાખવાથી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. એડલ્ટ્રી પર પણ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવુ હતુ કે આનાથી મહિલાની ઓળખ પર પણ પ્રશ્ન ચિહ્ન લાગે છે અને સાથે આ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટ મુજબ એડલ્ટ્રીનો વિરોધ કરવાનો અર્થ મહિલાઓને પતિની ગુલામ સમજવા બરાબર છે.

આ પણ વાંચોઃ 10% ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટ, સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઈ શકે છે મોદી!આ પણ વાંચોઃ 10% ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટ, સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઈ શકે છે મોદી!

English summary
Indian Army chief General Bipin Rawat has said that there is no place for gay sex and adultery in force.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X