ખેડૂત આંદોલનના લીધે બંધ થઇ ચિલ્લા બોર્ડર, લોકોને વૈકલ્પિક રસ્તેથી જવાની સલાહ
ત્રણ કૃષિ કાયદાની વિરુધ્ધ છેલ્લા 27 દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. આંદોલનકારી ખેડુતોની માંગ છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને પાછો ખેંચે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ કિંમતે આ કાયદા પાછા નહીં લે. પરંતુ કેન્દ્ર સરકાર કાયદામાં સુધારો કરવા તૈયાર છે. તો તે જ સમયે, સેંકડો આંદોલનકારી ખેડુતોએ રસ્તાઓ રોકવા શરૂ કરી દીધા છે. દિલ્હી પોલીસે મંગળવારે માહિતી આપતા કહ્યું કે ખેડૂત આંદોલનને કારણે ચિલ્લા સરહદ બંધ કરવામાં આવી છે. નોઇડા અને ગાઝિયાબાદથી દિલ્હી જતા મુસાફરોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક માર્ગો પર જવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને સલાહ આપી છે કે જો તમારે દિલ્હી જવું હોય તો તમે ડીએનડી, અપ્સરા અને ભોપુરા બોર્ડર જેવા વૈકલ્પિક માર્ગેથી જઇ શકો છો. આ સિવાય લોકો આનંદ વિહારથી પણ જઈ શકે છે. અગાઉ સેંકડો ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર પર ટ્રાફિક સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે, ઘણા ખેડૂત વિરોધ કરી રસ્તાઓ પર બેસી રહ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ સલાહકાર અનુસાર, દિલ્હીથી ગાજીપુર અને ગાઝિયાબાદ જતા દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો કારણ કે બંને બાજુના રૂટ ટ્રાફિક માટે બંધ હતા.
ગાઝીપુર બોર્ડર પર દિલ્હીથી ગાઝિયાબાદ જવાના ટ્રાફિકને અસર થતાં નિઝામુદ્દીન ખટ્ટા, અક્ષરધામ અને ગાઝીપુર ચોકથી આનંદ વિહાર, અપ્સરા, ભોપરા, ડી.એન.ડી.ની આગળની મુસાફરી માટે ટ્રાફિક ડાયરેક્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પણ રોકી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે 7.30 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે. ગાઝીપુર-ગાઝિયાબાદ બોર્ડર બ્લોક પછી જનતાને અપડેટ કરવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસ તેના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરી રહી છે.
કોણ છે સુજાતા ખાન? જાણો બીજેપી છોડીને ટીએમસીમાં જવાનું કારણ