પેંગોંગ પાસે ચીન બનાવી રહ્યુ છે બીજો પુલ? સેટેલાઈટ ઈમેજ બતાવી રહી છે ડ્રેગનનુ સત્ય?
નવી દિલ્લીઃ ભારત-ચીન સીમા વિવાદ એક વાર ફરીથી વધી શકે છે. વાસ્તવમાં, ચીન પૂર્વ લદ્દાખમાં પેંગોંગ સો લેક પર બીજો પુલ બનાવવાનુ કામ કરી રહ્યો છે. સેટેલાઈટના જે ફોટા સામે આવ્યા છે અને મામલાને બારીકાઈથી જોનારાનુ કહેવુ છે કે ચીન આ પુલ બનાવી રહ્યો છે. આ પુલ દ્વારા ચીની સેનાને આ વિસ્તારમાં જલ્દી પહોંચવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ભારત-ચીન વચ્ચે જે સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યારથી ચીન સતત નિર્માણ કાર્યમાં લાગેલુ છે. જો કે, આ સમગ્ર મામલે ભારતીય સેના તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યુ નથી. નોંધનીય વાત છે કે બંને દેશોની સેના વચ્ચે ઘણા દોરની વાતચીત બાદ હજુ સુધી સમસ્યાનુ સમાધાન થઈ શક્યુ નથી.
નોંધનીય છે કે પૂર્વી લદ્દાખના કેટલાક તણાવના સ્થળો પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે બે વર્ષથી વધુ સમયથી અથડામણ ચાલી રહી છે અને તેમ છતાં પુલનુ નિર્માણ થઈ રહ્યુ છે. નવા બાંધકામ અંગે ભારતીય સંરક્ષણ સંસ્થાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ટિપ્પણી કરવામાં આવી નથી. ઓગસ્ટ 2020માં ચીની સૈનિકોએ આ વિસ્તારમાં ભારતીય સૈનિકોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેનો ભારતીય પક્ષે પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠે અનેક વ્યૂહાત્મક શિખરો પર કબજો કરીને બદલો લીધો ત્યારથી ચીન તેના સૈન્ય માળખાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે.
સૈન્ય તૈયારીઓને વધારવાના એકંદર પ્રયાસોના ભાગરૂપે ભારત સરહદી વિસ્તારોમાં પુલ, રસ્તા અને ટનલ પણ બનાવી રહ્યુ છે. એ પણ બહાર આવ્યુ છે કે ચીને તાજેતરમાં આ વિસ્તારમાં પ્રથમ પુલનું બાંધકામ પૂર્ણ કર્યું છે. સ્થાનિકોનુ કહેવુ છે કે નવો પુલ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 20 કિમીથી વધુના અંતરે બનાવવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં 4-5 મે 2020ના રોજ મડાગાંઠ શરૂ થઈ હતી. ભારત મડાગાંઠ પહેલા યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત આગ્રહ કરી રહ્યુ છે. પૂર્વી લદ્દાખમાં ગતિરોધને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધીમાં 15 રાઉન્ડ સૈન્ય વાટાઘાટો થઈ ચૂકી છે. વાટાઘાટોના પરિણામે બંને પક્ષોએ પેંગોંગ તળાવ અને ગોગરા વિસ્તારના ઉત્તરી અને દક્ષિણ કાંઠેથી સૈનિકોને પાછા ખેંચવાનુ કાર્ય પૂર્ણ કર્યું.