For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 ભારતીયોને ચીને બંધક બનાવ્યા, ધમકી બાદ છોડ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: ચીને ફરી એકવાર બોર્ડર પર દાદાગિરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે ચીનના સૈનિકોને લદ્દાખના ચૂમારમાં લાઇન ઑફ એક્ચૂઅલ કન્ટ્રોલ (એલએસી)પરથી પાંચ ભારતીય નાગરિકોને બંધક બનાવી લીધા હતા. એલએસી પર આવું પ્રથમ વાર બન્યું છે. ગંભીર વાત એ છે કે પાંચ નાગરિકોને ચીને સરળતાથી છોડ્યા, પરંતુ તેના માટે ફ્લેગ મીટિંગ બુલાવવી પડી.

ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં આ ઘટના ત્યારે સર્જાઇ જ્યારે કેટલાક ભારતીય નાગરિકો પશુઓને ચરાવતાં બોર્ડર પર પહોંચી ગયા. પરંતુ ત્યાં તૈનાત પીપુલ્સ લિબરેશન આર્મી એટલે કે ચીની સેનાના સૈનિકોએ તેમને જોયા અને પકડી પાડ્યા. આ અંગે સૂચના મળતાં ભારતીય સેનાના અધિકારી બોર્ડર પર પહોંચ્યા. શરૂઆતમાં હળવા મૂડમાં વાત કરી, પરંતુ ચીની સૈનિકો માન્યા નહી. આ માટે બંને દેશોના અધિકારીઓની એક ફ્લેગ મિટીંગ બોલાવવી પડી, ત્યારબાદ નાગરિકોને છોડી દિધા. ખાસવાત એ છે કે ચીની સૈનિકો ભારતીય નાગરિકોની સાથે-સાથે પશુઓને પણ પકડી લઇ ગયા હતા. આ તે સૈનિક હતા જે એલએસી પર કેમ્પ લગાવીને તૈનાત રહે છે.

china-captures-indians-at-lac

કેટલાક લોકોનું એવું માનવું છે કે ભારતીય નાગરિકો પોતાની સીમાની અંદર જ હતા, ચીની સૈનિકો પોતે ભારતીય સીમામાં થોડા કિલોમીટર પ્રવેશીને તેમને પકડીને લઇ ગયા. અમે તમને જણાવી દઇએ કે ચીની સૈનિકોનું ભારતીય સીમામાં ઘૂસવું હવે લદ્દાખ માટે સામાન્ય બાબત થઇ ગઇ છે. વારંવાર ભારત દ્વારા મનાઇ કરવા છતાં ચીન આવી હરકતો કરતું રહે છે.

હકિકતમાં જે સમયે આ ઘટના સર્જાઇ હતી, ત્યારે ભારતીય સેનાના અધિકારી આ કેસને ઉપર સુધી લઇ જવા માંગતા હતા, પરંતુ જ્યારે ચીની સૈનિકોએ આનાકાની દર્શાવી તો ભારતીય અધિકારીએ ધમકી આપી કે જો નાગરિકોને નહી છોડવામાં આવે તો આ વાત દિલ્હી સુધી જશે અને કેસ ખૂબ આગળ વધશે.

English summary
Chinese soldiers apprehended five Indian citizens in Chumar area of Ladakh well inside the Indian territory and took them to their side of the border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X