• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાની આડમાં ઋણ નીતિની જાળ ફેલાવી રહ્યુ છે ચીન, ભારતની સુરક્ષાને ખતરો

|
Google Oneindia Gujarati News

દુનિયાને કોરોના વાયરસ જેવી મહામારી આપ્યા બાદ હવે ચીને એક નવો પેંતરો ચલાવ્યો છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં કોવિડ-19ના કારણે કંપનીઓની હાલત ખરાબ છે અને બેઈજિંગ આનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે. ચીને કોરોનાની આડમાં દક્ષિણ એશિયામાં પોતાના રણનીતિક પગલાં માંડવાના શરૂ કરી દીધા છે. ચીન એ દેશોને દેવુ આપીને એ કંપનીઓ પર ઉદારતા દેખાડવાની ચાલ ચાલવાની તૈયારીમાં છે જે મહામારીના કારણે નબળી પડી ગઈ છે. ભારતને ચીનની આ નવી ચાલે મુશ્કેલીમાં મૂકી દીધુ છે.

ભારતના પડોશી દેશોને આપી રહ્યુ છે ઋણ

ભારતના પડોશી દેશોને આપી રહ્યુ છે ઋણ

ભારતના પડોશી દેશોમાં ચીન પોતાના દેવાની જાળ ફેલાવી રહ્યુ છે. મહામારીના કારણે ચોપટ થયેલી અર્થવ્યવસ્થાને સુધારવાના હેતુથી ચીને આ દેશની આર્થિક મદદનો નિર્ણય કર્યો છે. અમુક દેશોમાં લૉકડાઉન છે અને ઈકોનૉમી પર બ્રેક લાગેલી છે. ચીનન તરફથી શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનઅન માલદીવને પહેલા જ કોવિડ-19 ટેસ્ટ કિટ્સ, પીપીઈ, માસ્ક અને બીજા સુરક્ષા ઉપકરણો મોકલવાં આવ્યા છે. પોતાના જૂના સાથી પાકિસ્તાનની મદદ તો તે પહેલેથી જ કરી રહ્યુ છે. ભારત તરફથી ચીનની ચાલના કારણે પહેલેથી જ આક્રમક નીતિઓને અપનાવવામાં આવી ચૂકી છે.

ચીનની ચાલને નિષ્ફળ બનાવવા માટે સક્રિય ભારત

ચીનની ચાલને નિષ્ફળ બનાવવા માટે સક્રિય ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 માર્ચે સાઉથ એશિયન એસોસિએશન ફૉર રીજનલ કોઑપરેશન(સાર્ક) દેશો સાથે મીટિંગ કરી હતી અને આ વીડિયો મીટિંગ આ આક્રમક નીતિનુ પ્રથમ પગલુ હતુ. વળી, ભારતે પોતાના અમુક પડોશી દેશોને મેડીકલ સપ્લાય પૂરી પાડી અને સાથે મેડીકલ ટીમને પણ મોકલી. આ ઉપરાંત હેલ્થ કેર પ્રોફેશનલ્સ સાથે તેણે દક્ષિણ એશિયાઈ દેશોના મેડીકલ એક્સપર્ટ માટે વેબીનાર્સનુ આયોજન કરાવ્યુ. આના દ્વારા મહામારી સાથે જોડાયેલી ટ્રેનિંગ અને મેનેજમેન્ટ વિશે તેમને માહિતી આપવામાં આવી હતી. ભારતને એ વાતની ચિંતા છે કે ચીન મહામારીનો ફાયદો ઉઠાવીને દક્ષિણ એશિયાના અમુક દેશોને દેવુ આપવાની રજૂઆત કરી શકે છે અને પોતાના દેવાની જાળ ફેલાવી શકે છે. વિશેષજ્ઞોની માનીએ તો આ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો હોઈ શકે છે.

શ્રીલંકાને આપ્યુ 500 મિલિયન ડૉલરનુ દેવુ

શ્રીલંકાને આપ્યુ 500 મિલિયન ડૉલરનુ દેવુ

સૂત્રોની માનીએ તો સરકાર તરફથી દક્ષિણ એશિયામાં હાજર પડોશીઓ સુધી પહોંચવાની કોશિશો વધારી દેવામાં આવી છે. ભારત તેમની મદદ કરવા માટે જે પણ કરી શકે છે તે કરી રહ્યુ છે. પરંતુ જે ચીન કરી રહ્યુ છે, તે ભારત માટે મુશ્કેલ છે. ચીન પહેલેથી જ શ્રીલંકાને 500 મિલિયન ડૉલરનુ દેવુ આપી ચૂક્યુ છે. આનો હેતુ મહામારીના કારણે ચોપટ થયેલી અર્થવ્યવસ્થાને થોડો સહારો આપવાનુ છે. સૂત્રોની માનીએ તો ચીન તરફથી આ પ્રકારની દેવાની રજૂઆત નેપાળ, બાંગ્લાદેશ અને માલદીવને પણ કરવામાં આવી ચૂકી છે. શ્રીલંકા તરફથી પહેલેથી જ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિત હંબનટોટા બંદરને 99 વર્ષો માટે લીઝ પર ચીનની એક કંપનીને આપી દેવીમાં આવ્યુ છે.

પ્રોજેક્ટ્સના નામ પર દેવુ

પ્રોજેક્ટ્સના નામ પર દેવુ

માલદીવ પર પણ ચીનનુ ત્રણ બિલિયન ડૉલરનુ દેવુ છે. આ દેશે ચીનની કંપનીઓને ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે. વિશેષજ્ઞોની માનીએ તો ચીન હંમેશા બીજા દેશોને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના બહાને દેવુ આપતો રહે છે. તે પોતાના આ ઋણ નીતિ દ્વારા બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટીવને આગળ વધારી રહ્યુ છે. આ પ્રોજેક્ટ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ફેવરિટ પ્રોજેક્ટ છે અને ભારત હંમેશાથી આનો વિરોધ કરતુ આવ્યુ છે. વિશેષજ્ઞોની માનીએ તો જો ભારતના પડોશી દેશ દેવાની જાળમાં આવી ગયા તો પછી ભારત માટે આ મોટો પડકાર બની રહેશે.

આ પણ વાંચોઃ રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોકઆ પણ વાંચોઃ રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક

English summary
China debt trap South Asia in the wake of Coronavirus worrying India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X