For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને ભારતીય વૈજ્ઞાનિકને કર્યા સન્માનિત

By Super
|
Google Oneindia Gujarati News

cnrrao
બૈઇજિંગ, 24 જાન્યુઆરીઃ ચીને જાણીતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સીએનઆર રાવને દેશના ટોચ વિજ્ઞાનિક એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમને આ એવોર્ડ ભારત-ચીન વૈજ્ઞાનિક સહયોગને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો છે.

ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ(સીએએસ)એ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહયોગ માટે ભારત, જર્મની અને રશિયાના ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2012ના એવોર્ડ પ્રદાન કર્યા. જવાહર લાલ નહેરુ આધુનિક વૈજ્ઞાનિક અનુસાંઘાન કેન્દ્ર, બેંગ્લોરના સંસ્થાપક 79 વર્ષીય રાવ ઉપરાંત આ એવોર્ડ જર્મનીના હર્બર્ટ જાઇકલ અને રશિયાના જીએ ઝેરેબ્તસોવને મળ્યો છે.

નોંધનીય છે કે રાવે આ ઉપરાંત પણ અનેક એવોર્ડ મેળવેલા છે. તે હાલ સાઇન્ટિફિક એડવાયઝરી કાઉન્સિલના હેડ છે.

સીએએસ દર વર્ષે આ એવોર્ડ પ્રદાન કરે છે. આ એવોર્ડ 2007માં શરૂ કરવામાં આવ્યો હતો. જે અત્યારસુધી 17 આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે.

English summary
Noted Indian scientist Dr C N R Rao has been conferred with China's top science award for his important contributions in boosting Sino-India scientific cooperation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X