For Quick Alerts
For Daily Alerts
ચીન છેવટે ઝુક્યું ; લદ્દાખમાંથી લશ્કર પાછું ખેંચ્યું
નવી દિલ્હી, 6 મે : વિશ્વસ્તરે રાજદ્વારી અને સરહદી નિયમોનું ઉલ્લઘન કરીને ભારતના લદ્દાખમાં પોતાનું લશ્કર જમાવનારા ચીને છેવટે ભારત સામે ઝુકવું પડ્યું છે. ભારતે રાજદ્વારી સ્તરે જોરદાર રજૂઆત કર્યા બાદ ચીને આ પીછેહઠ કરી લીધી છે. ચીને લદાખના દૌલત બેગ ઓલડી વિસ્તારમાંથી પોતાનું લશ્કર હટાવી લીધું છે. આ સ્થળ લદાખમાં જમીનની સપાટીથી 16,300 ફૂટ ઊંચાઈ પર આવેલું છે.
ચીનના અયોગ્ય પગલા મુદ્દે શનિવાર અને રવિવારે બંને દેશના લશ્કર વચ્ચે બે ફ્લેગ મીટિંગ પણ યોજાઈ હતી. આ ચર્ચાને અંતે બંને દેશ વચ્ચે સમાધાન થયું છે અને ચીને રવિવારે ડીબીઓમાં ઘૂસાડેલા પોતાના સૈનિકોને હટાવી લીધા છે.
ચીની સૈનિકોની ઘૂસણખોરીને કારણે બંને દેશ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તંગદિલી ઊભી થઈ હતી. ચીની સૈન્યે ભારતીય ક્ષેત્રમાં લગભગ 19 કિલોમીટર સુધી ઘૂસણખોરી કરી હતી અને ત્યાં પાંચ તંબૂ નાખીને પોતાની ચોકી બનાવી લીધી હતી. જ્યારે ભારતીય લશ્કરે વળતું પગલું લઈને ચીની સૈન્યથી થોડેક જ દૂર પોતાનો મોરચો બનાવ્યો હતો.