For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણાચલ બોર્ડર પાસે ચીનને મળ્યું અરબો ડોલરનું સોનુ અને ચાંદી

અરુણાચલ બોર્ડર પર સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહેલા ચીન સાથે જોડાયેલી ખબર હેરાન કરી નાખે તેવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અરુણાચલ બોર્ડર પર સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહેલા ચીન સાથે જોડાયેલી ખબર હેરાન કરી નાખે તેવી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ રિપોર્ટ અનુસાર અરુણાચલ બોર્ડર પર ચીનને લગભગ 60 અરબ ડોલરની કિંમતનો સોના અને ચાંદી સહીત ઘણા પ્રકારની ખનીજનો ખજાનો મળ્યો છે. સૂત્રો અનુસાર ચીને ત્યાં ખોદકામ પણ શરૂ કરી દીધું છે. ચીન અરુણાચલ બોર્ડર પર પોતાનો હક દર્શાવી રહ્યું છે. તેઓ દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબ્બતનો એક ભાગ છે. હવે ચીને બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારમાં ખોદકામ ચાલુ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે ડોકલામ જેવો વિવાદ સર્જાઈ શકે છે.

arunachal pradesh

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને અરુણાચલ બોર્ડર પાસે પોતાના કબ્જામાં રહેલા લુનજે કાઉન્ટ્રી વિસ્તારમાં ખોદકામ ચાલુ કર્યું છે. સાઉથ ચાઈના પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીને આ ખોદકામ દક્ષિણ તિબ્બતમાં પોતાનો અધિકાર કરવાના ઈરાદાથી કર્યો છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બત કહે છે.

રિપોર્ટમાં લોકલ ઓફિસરો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રાકૃતિક સંસાધનો પર પોતાની હક કરવાની કોશિશ અને ઝડપી નિર્માણ પ્રક્રિયાથી આ વિસ્તાર પણ ડોકલામ બની શકે છે. ચીનના સ્થાનીય અધિકારીઓ મુજબ આ વિસ્તારનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારપછી ત્યાં સોનુ અને ચાંદી નો ખાણો હોવાની બાબત સામે આવી. લુનજે કાઉન્ટ્રી વિસ્તારમાં ચીન સૌથી વધુ ખોદકામ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદી ગયા મહિને જ ચીન ગયા હતા. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે તેમેની આ યાત્રા ખુબ જ અગત્યની જણાવવામાં આવી રહી હતી. પરંતુ જો આ ખબર સાચી હોય તો ફરી એકવાર બંને દેશો વચ્ચે ટકરાવ થઇ શકે છે.

English summary
China's gold mine at Arunachal border may become another flashpoint with India: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X