ચીને ભારતના નવા FDI નિયમોની ટીકા કરી, ઉદારીકરણની વિરુદ્ધ ગણાવ્યા
નવી દિલ્હીઃ લથડીયાં ખાઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાનો ફાયદો ઉઠાવી કોઈ વિદેશી રોકાણકાર દેસી કંપની પર કબ્જો ના જમાવી લે તે હેતુસર ભારત સરકારે એફડીઆઈના નિયમો આકરા કરી દીધા છે, જેની ચીને ટિકા કરી. સોમવારે ચીને કહ્યું કે આ વિશ્વ વ્યાપાર સંગઠનના સિદ્ધાંતોની વિરુદ્ધ ચે અને મુક્ત તથા નિષ્પક્ષ વેપારની વિરુદ્ધ છે. દિલ્હી સ્થિત ચીનના દૂતાવાસના પ્રવક્તા જી રૉન્ગે નિવેદનમાં કહ્યું કે અમે ઉમ્મીદ કરીએ છીએ કે ભારત આ ભેદભાવ વાળી નીતિ બદલશે અને અલગ અલગ દેશો સાથે રોકાણ મામલે એકજેવો જ વર્તાવ કરશે. તેમણે કહ્યું કે ભારત તરફથી લગાવેલ આ રોક વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોની વિરુદ્ધ છે અને જી20ની સામાન્ય સમજૂતિની વિરુદ્ધ પણ છે. કંપનીઓ ક્યાં રોકાણ કરે છે ત્યાંના બિઝનેસના માહોલ અને આર્થિક સ્થિતિ પર નજર રાખે છે, કોવિડ-19થી બનેલ ખરાબ આર્થિક માહોલમાં બધા દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.
તેમણે સોમવારે પોતાના ટ્વીટમાં લખ્યું- કે ચીની રોકાણ ભારતમાં ઉદ્યોગના વિકાસ અને રોજગાર સર્જનનું સમર્થન કરે છે. અમારી કંપનીઓએ કોરોના વાયરસ વિરુદ્ધ ભારતની લડાઈમાં સક્રિય રૂપે મદદ કરી છે. અમે ઉમ્મીદ કરીએ છીએ કે ભારત આ ભેદભાવપૂર્ણ નીતિમાં બદલાવ કરશે અને મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયસંગત કારોબારી માહોલનો રસ્તો અપનાવશે.
કોરોના મહામારી દરમિયાન ચીની રોકાણ અને ભારતીયોની કંપનીના ટેકઓવરને રોકવા માટે સરકારે મોટા પગલાં ઉઠાવતા પાછલા અઠવાડિયે એફડીઆઈ નિયમોમાં મોટા બદલાવ કર્યા હતા. આ બદલાવ બાદ કોીપણ વિદેશી કંપની કોઈ ભારતીય કંપનીનું અધિગ્રહણ કે વિલય ના કરી શકે.
ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગે જણાવ્યું કે ભારત સાથે જમીની સીમા શેર કરતા દેશો હવે અહીં માત્ર સરકારની મંજૂરી બાજ જ અહીં રોકા ણકરી શકે છે. ભારતમાં થતા કોઈ રોકાણના લાભાર્થી પણ જો આ દેશો સાથે સહયોગ હશે અથવા તો આ દેશોના નાગરિક હશે, એવા રોકાણ માટે પણ સરકારી મજૂરી લેવાની જરૂર નહિ હોય.
જણાવી દઈએ કે સરકારને લાગે છે કે ચીની કંપનીઓ ભારતીય કંપનીઓના અધિગ્રહણ કે ખરીદવાની ફિરાકમાં છે માટે સરકારે આ પગલાં ઉટાવ્યા્ં છે. ચીની કંપનીઓના આવા પ્રકારના ઈરાદાને રોકવા માટે અન્ય કેટલાય દેશોએ અગાઉ નિયમ કડક કરી જ દીધા છે. ઈટલી, સ્પેન અને જર્મનીએ પણ પોતાના એફડીઆઈ નિયમોમાં બદલાવ કર્યા છે.
મુંબઈઃ ધારાવીમાં બગડી રહી છે સ્થિતિ, વધુ 20 લોકો કોરોના પૉઝિટીવ મળ્યા