પાછલા એક અઠવાડિયામાં ચીને LAC પાસે 200 ટ્રક ખડકી દીધા
નવી દિલ્હીઃ પાછલા એક અઠવાડિયામાં ચીની સેના 200થી વધુ ટ્રક અને ફોર વ્હિલર વાહનોના તમામ ઉપકરણોને LAC નજીક પહોંચાડી ચૂકયું છે. સેટેલાઇટની તસવીરો પરથી જોઇ શકાય કે 9થી 16 જૂન વચ્ચે ચીની સેના કેવી રીતે અવળચંડાઇ કરી રહી છે. સેટેલાઇટ તસવીર પરથી આ મામલે સ્પષ્ટતા થઇ છે. આ તસવીરમાં ગલવાન ઘાટી, LAC અને શ્યોક નદી પણ જોવા મળી રહી છે. ભારત ગલવાન નદીના પશ્ચિમમાં ગલવાન ઘાટીને નિયંત્રિત કરે છે. અહીં ચીને પણ દાવો કર્યો છે જેને ભારતે ભગાવી દીધો છે.

ચીને બોર્ડર પર 200 ટ્રક ખડકી દીધા
સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં ચીનની અવરજવર સ્પષ્ટ જોઇ શકાય છે. સેટેલાઇટની તસવીરો પરથી સ્પષ્ટ થયું કે LACની નજીક 127 વાહનો જોવા મળી રહ્યાં છે. જેમાં ટ્રક ઉપરાંત કેટલાક ઑફ રોડ વાહનો અને વિશાળ ઉપકરણો પણ સામેલ છે. જ્યારે 9 જૂને લેવામા આવેલ તસવીરમાં LACથી 6 કિમી દૂર સુધીના આ ભાગમાં એકપણ વાહન જોવા નહોતું મળતું.

ચીની સેનાની અવળચંડાઇ
જણાવી દઇએ કે અગાઉ NDTVએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે સીમા પાર ચીની સેનાના બુલડોઝર પણ જોવા મળી રહ્યાં છે જે ગલવાન નદીના પાણીને રોકી રહ્યાં છે. બુલડોઝરની જે તરફ સૂકી જમીન જોવા મળી રહી છે તે LACનો ભાગ ભારતમાં આવે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખાથી થોડીક જ દૂર છે.

તણાવનો માહોલ
શક્ય છે કે LAC પાસે આ વિસ્તારોમાં જ ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જ્યારે ચીની સેનાના 40 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હતા. જે બાદથી LAC પર તણાવ વધી રહ્યો છે.
કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઠાર