For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની રાજદૂતે લદ્દાખની પેંગોંગ ઝીલ પર કર્યો દાવો, કહ્યુ - ભારતીય જવાન LAC પાર કરવાનુ ટાળે

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગે એક વાર ફરીથી ભારત સાથે સંબંધો પર નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગે એક વાર ફરીથી ભારત સાથે સંબંધો પર નિવેદન આપ્યુ છે. વિડોંગે કહ્યુ છે કે તેમનો દેશ ભારત માટે રણનીતિક જોખમ નથી અને ના તેમનો કોઈ વિસ્તારવાદી એજન્ડા છે. તેમણે દાવો કર્યો છે કે તેમનો દેશ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વિડોંગે આ વાત એ વખતે કહી જ્યારે ભારત-ચીનના સંબંધો પર વેબીનારનુ આયોજન થયુ હતુ. આ દરમિયાન તેમણે લદ્દાખની પેંગોંગ ઝીલ પર ચીનના દાવાને પણ આગળ વધાર્યો.

ભારત માટે ખતરો નથી ચીન

ભારત માટે ખતરો નથી ચીન

જે વેબીનારમાં વિડોંગ બોલી રહ્યા હતા તેનુ આયોજન ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાઈનીઝ સ્ટડીઝ તરફથી કરવામાં આવ્યુ હતુ. તેમણે આ દરમિયાન કહ્યુ કે એક અદ્રશ્ય વાયરસ ચીનથી મોટો ખતરો છે. તેમણે કોરોના વાયરસનુ નામ ન લીધુ પરંતુ પોતાના નિવેદનથી એ તરફ ઈશારો મળે છે. વેબીનાર બાદ વિડોંગે ઘણા ટ્વિટસ કર્યા. તેમણે લખ્યુ, 'ભારત-ચીનના સંબંધોને આગળ લઈ જવા માટે, મારુ માનવુ છે કે અમારે ઘણા મહત્વના મુદ્દાઓ પર પોતાના દ્રષ્ટિકોણને મજબૂત કરવાની જરૂર છે. પહેલા તો ચીન એક શાંતિપૂર્ણ વિકાસ ઈચ્છે છે અને તે ભારત માટે કોઈ રણનીતિક ખતરો નથી.'

આઠ કિલોમીટર ભારતીય સીમાની અંદર સુધી આવી ગયા

આઠ કિલોમીટર ભારતીય સીમાની અંદર સુધી આવી ગયા

વિડોંગે આ દરમિયાન પેંગોંગ પર ચીનનો દાવો ગણાવ્યો. તમને જણાવી દઈએ કે લદ્દાખની પેંગોંગ ત્સોમાં ચીની જવાન લગભગ આઠ કિલોમીટર ભારતીય સીમાની અંદર સુધી આવી ગયા છે. વિડોંગના જણાવ્યા મુજબ ચીનની પારંપરિક સીમા ઝીલની ઉત્તરમાં એલએસી મુજબ જ છે. વિડોંગે આ દાવાને માનવાનો પણ ઈનકાર કરી દીધો કે ચીને પોતાના પેંગોંગ ત્સો સુધી દાવાને વધારી દીધો છે.

એક તરફ કોર કમાંડર વાતચીત

એક તરફ કોર કમાંડર વાતચીત

ચીની રાજદૂત તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પાંચમાં તબક્કાની કોર કમાંડર વાતચીતની તૈયારીઓ ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે આવતા અમુક દિવસોમાં આ વાતચીત થઈ શકે છે. તેમણે કહ્યુ, 'ચીનની પારંપરિક સીમા એલએસીને અનુરૂપ જ છે અને એ રીતની કોઈ વાત નથી કે ચીને પોતાની સીમા વધારી દીધી છે. ચીનને આશા છે કે ભારતીય જવાન કડકપણે દ્વિપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલ્સનુ પાલન કરશે અને ગેરકાયદેસર રીતે એલએસીને પાર કરવાનુ ટાળશે.' તેમના આ નિવેદન પર ભારત તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભારતનુ કહેવુ છે કે જડિસએન્ગેજમેન્ટ પર અમુક પ્રગતિ હતી પરંતુ આ પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. વિડોંગે આ સાથે એમ પણ કહ્યુ કે હોંગકોંગ, શિનજિયાંગ અને તાઈવાન ચીનના આંતરિક મુદ્દા છે અને કોઈને પણ તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. તેમનુ કહેવુ હતુ કે ચીન કોઈ પણ દેશના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ નથી કરતો અે કોઈને પણ આવુ કરવાનો અધિકાર નથી.

સુશાંત કેસઃ પટના હાઈકોર્ટમાં અરજી દાખલ, CBIને તપાસ સોંપવાની માંગસુશાંત કેસઃ પટના હાઈકોર્ટમાં અરજી દાખલ, CBIને તપાસ સોંપવાની માંગ

English summary
Chinese ambassador to India Sun Weidong says China is not a threat but virus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X