For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોકલામ વિવાદ બાદ અરુણાચલમાં ચીની સેનાએ ફરીથી કરી ઘૂસણખોરી

એક વાર ફરીથી ચીને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી છે. ભારતીય જવાનોની આપત્તિ બાદ તેમને પાછા જવુ પડ્યુ.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી ચીને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી છે. રિપોર્ટ અનુસાર આ મહિનાની શરૂઆતમાં ચીનની પીપલ્સ આર્મીએ લાઈન ઓફ એક્સ્યુઅલ કંટ્રોલ (એલએસી) પાર કરીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી લીધી હતી. ભારતીય જવાનોની આપત્તિ બાદ તેમને પાછા જવુ પડ્યુ. ચીનની સેના અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં ઘૂસી આવી હતી. ડોકલામ વિવાદ બાદ ચીનની સેના ઘણી વાર એલએસી પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરતી જોવા મળી ચૂકી છે.

આ પણ વાંચોઃ Me Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયાઆ પણ વાંચોઃ Me Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા

indian army

રિપોર્ટ્સ અનુસાર ભારતની સીમામાં ચીની ઘૂસણખોરીનો આ 10 દિવસ પહેલાનો મામલો છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં પીપલ્સ લિબરેશન આર્મીએ ઘૂસણખોરી કરી હતી. ભારતીય સીમામાં ચીની જવાનોને જોઈને સેનાએ તેમની સાથે વાત કરીને કહ્યુ કે તમે ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છો. પ્રોટોકોલ હેઠળ બંને દેશોની સેનાઓએ આ મામલાને ત્યાં જ ખતમ કરી દીધો અને ચીનની સેનાને પાછા જવુ પડ્યુ.

આ પણ વાંચોઃ Happy Birthday ડૉ. એપીજે અબ્દુલ કલામ, શું તમે જાણો છો 3 બાળકોના પિતા હતા કલામ...આ પણ વાંચોઃ Happy Birthday ડૉ. એપીજે અબ્દુલ કલામ, શું તમે જાણો છો 3 બાળકોના પિતા હતા કલામ...

આ પહેલી વાર નથી જ્યારે સીમા પારથી ચીની સેના ઘૂસણખોરી જોવા મળી હોય. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીનની સેનાએ ઉત્તરાખંડમાં ત્રણ વાર ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીની સેના ઉત્તરાખંડમાં લગભગ 4 કિમી સુધી ઘૂસણખોરી કરવામાં સફળ થઈ હતી. વળી, પૂર્વી લદ્દાખના દામચોકમાં પણ ચીની સેનાએ 300 થી 400 મીટર સુધી ઘૂસણખોરી કરી તંબુ બનાવી દીધા હતા. ત્યારબાદ જ્યારે ભારતીય સેનાના આકરા વિરોધ બાદ ચીના સેનાએ પાછુ જવુ પડ્યુ હતુ.

English summary
Chinese soldiers infiltrated in Arunachal Sector, India Army sent back
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X