For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેનાની ચેતવણી છતાં, ચુમારમાં ચીની સેનાએ લગાવ્યા 7 તંબૂ

|
Google Oneindia Gujarati News

china
લેહ, 22 સપ્ટેમ્બર: લદ્દાખના ચુમાર વિસ્તારમાં પેદા થયેલા ટકરાવની હાલાતે નવો વળાંક લઇ લીધો છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સીમામાં પોતાના 7 તંબૂ લગાવી દીધા છે અને સીમા પહેલા પરત ફરવાના કોઇ સંકેત નથી આપી રહી.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે શનિવારે ગાડિયો પર સવાર થઇને લેહથી 300 કિલો મીટર દૂર ચુમારમાં આવેલ ચીની સૈનિકોએ ભારતીય સેના તરફથી વિસ્તારને ખાલી કરવાની ચેતાવણી વારંવાર આપવા છતાં ભારતીય સીમામાં તંબૂ લગાવી દીધા. પીએલએના લગભગ 100 જવાનોને સામરિક રીતે મહત્વની ચોકી 'પોઇંટ 30આર'ની પાસે જોવામાં આવ્યું. 'પોઇંટ 30આર' ચોકીથી ભારતને ચીનની સીમામાં અંદર સુધી નજર રાખવામાં મદદ મળે છે.

કહેવામાં આવે છે કે આ ઘુસણખોરી ચુમાર વિસ્તારમાં એક નાની ટેકરી પર પહેલાથી જ આવેલી 35 ચીની સૈનિકો વધારે છે. ચીની સૈનિક માંગ કરી રહ્યા છે કે ભારતીય સેનાએ વિસ્તારમાંથી એક સાથે પાછા ફરવું જોઇએ પરંતુ ભારતીય જેનાએ ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા ગુરુવારે રાત્રે ચીની સૈનિક પોતાની સીમામાં પાછા જતા રહ્યા હતા.

વાયુ ક્ષેત્રનું ઉલ્લંઘન નહી
પીએલએ હંમેશા 'પોઇંટ 30આર' ચોકીની પાસે આવતી રહી છે, કારણ કે ભારતીય જમનીની સેનાએ તેને એક દેખરેખ ચોકી બનાવી રાખી છે, જેનાથી ભારતને ચીનની સીમાથી ખૂબ જ અંદર સુધીની ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત, ચીની હેલિકોપ્ટરોને એક વાર ફરી પોતાના સૈનિકો માટે ખાવા-પીવાના પેકેટ ફેકતા જોવાયા. જોકે તેમણે વાયુક્ષેત્રનું ઉલ્લંઘન નથી કર્યું.

English summary
The stand-off in Chumar area of Ladakh took a new turn on Sunday with China's People's Liberation Army (PLA) pitching seven tents well within the Indian territory and showing no signs of withdrawing from the territory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X