ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર લૉની છાત્રાની ધરપકડ
પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદ પર રેપ તેમજ યૌન શોષણનો આરોપ લગાવનાર લૉની છાત્રાની એસઆઈટીએ ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી 5 કરોડ રૂપિયાની વસૂલી માંગવાના કેસમાં થઈ છે. એસઆઈટીની ટીમે પીડિત છાત્રાની બુધવારે સવારે આઠ લગભગ આઠ વાગે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 5 કરોડ રૂપિયાની વસૂલી કેસમાં પીડિતાના ત્રણ દોસ્તોની એસઆઈટી પહેલા જ ધરપકડ કરી ચૂકી છે.

એસઆઈટીએ પીડિત છાત્રાની કરી ધરપકડ
25 સપ્ટેમ્બરના રોજ એસઆઈટીની ટીમે સવારે લગભગ સાડા આઠ વાગે છાત્રાની તેની ઘરેથી ધરપકડ કરી છે. આ વાતની પુષ્ટિ છાત્રાના પિતાએ કરી છે. એસઆઈટીની ટીમ છાત્રાને મેડિકલ માટે જિલ્લા હોસ્પિટલ લઈને પહોંચી જ્યાંથી મેડીકલ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ પહેલા મંગળવારે પીડિત છાત્રાની એડીદે પ્રથમ ન્યાયાલયમાં એસઆઈટી દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તપાસ રિપોર્ટ આપવા અને આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે સુનાવણી બાદ આગામી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરી હતી.

છાત્રાની ભૂમિકા પણ શંકાસ્પદ
20 સપ્ટેમ્બરના રોજ આઈજી નવીન અરોરા મીડિયા સાથે વાતચીત કરીને જણાવ્યુ કે ચિન્મયાનંદના અશ્લીલ વીડિયોના બદલે પાંચ કરોડની ફિરોતી માંગવા મામલે કાર્યવાહી કરીને એસઆઈટીએ પીડિત છાત્રાના ત્રણ દોસ્તોની ધરપકડ કરી હતી. એસઆઈટીએ જણાવ્યુ કે મિસ એ અને તેના ત્રણ સાથી દિલ્લી અને રાજસ્થાન એક સાથે ફરી રહ્યા હતા જેમના લોકેશનનુ સીડીઆર પણ કાઢવામાં આવી રહ્યુ છે. વળી, તેમના દ્વારા સ્વામી ચિન્મયાનંદથી પાંચ કરોડ રૂપિયા માંગવાની વાત પણ સ્વીકારવામાં આવી હતી. આમાં મિસ એની ભૂમિકા પણ શંકાશીલ છે, આ કેસમાં તપાસ હજુ ચાલુ છે.

બે દોસ્તોને લીધા હતા રિમાન્ડ પર
એસઆઈટીએ મંગળવારે પીડિતાના દોસ્ત વિક્રમ અને સચિનને રિમાંડ પર લીધા હતા. દોસ્તોના રિમાંડ પર લીધા બાદ પીડિતાની ધરપકડની શંકા વધી ગઈ હતી. ત્યારબાદ છાત્રાએ પણ અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે 26 સપ્ટેમ્બર પહેલા સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

એસઆઈટી મને ફસાવવાની કરી રહી છે તૈયારી
આ પહેલા પીડિતાએ કહ્યુ હતુ કે એસઆઈટી હવે તેને પાંચ કરોડ રૂપિયાની વસૂલી કેસમાં ફસાવવાની તૈયારી કરી રહી છે. પીડિતાનુ કહેવુ છે કે 5 કરોડની વસૂલી તેના દોસ્તોએ માંગી છે. આના વિશે તેને કોઈ માહિતી નથી, તે નિર્દોષ છે.