ખેડૂતોના સમર્થનમાં આવ્યા ચિપકો આંદોલનના નેતા સુંદરલાલ બહુગુણા, કહ્યુ- અન્નદાતાની માંગ વાજબી
નવી દિલ્લીઃ હાડ ધ્રૂજાવી દેતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ખેડૂતોનુ આંદોલન આજે 23માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધી ઘણા તબક્કાની વાતચીત થઈ ચૂકી છે પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યુ નથી. મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ બધા વચ્ચે શુક્રવારે ચિપકો આંદોલનના નેતા સુંદરલાલ બહુગુણા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તેમનુ કહેવુ છે કે અન્નદાતાઓની માંગ વાજબી છે અને તેઓ ખેડૂતોની માંગનુ સમર્થન કરે છે.
કોણ છે સુંદરલાલ બહુગુણા?
પ્રખ્યાત ગઢવાલી પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ચિપકો આંદોલનના નેતા છે. ચિપકો આંદોલનમાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવી હતી. તે વર્ષોથી હિમાલયમાં જંગલોના સંરક્ષણ માટે લડાઈ લડી રહ્યા છે. સુંદરલાલ બહુગુણાએ પહેલી વાર 1970ના દાયકામાં ચિપકો આંદોલનના સભ્ય તરીકે અને બાદમાં 1980થી શરૂ થઈને 2004ની શરૂઆતમાં ટિહરી બાંધ વિરોધી આંદોલનની આગેવાની કરી હતી.
શું હતુ ચિપકો આંદોલન?
ચિપકો આંદોલન એક રીતે જંગલોની અવ્યવહારુ રીતે કાપણીને રોકવા માટે શરૂ કરવામાં આવ્યુ હતુ. આ આંદોલનની શરૂઆત 1973માં થઈ હતી. જંગલોની કાપણીને રોકવા માટે આશ્રિત લોકોએ વૃક્ષો સાથે ચિપકીને આ આંદોલનની શરૂઆત કરી હતી જેથી વૃક્ષ કાપનારા લોકો વૃક્ષોને કાપી ન શકે. આ આંદોલનમાં મહિલાઓ અને પુરુષો બંને શામેલ હતા.
Chipko movement leader Sundarlal Bahuguna extends his support to farmers protesting against the three farm laws, says, "I support the demands of the 'annadatas' ". pic.twitter.com/ni9cMuwKFx
— ANI (@ANI) December 18, 2020
લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બાંધવો રેપ નથીઃ દિલ્લી HC