For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોપર ડીલઃ પ્રણવ મુખર્જીએ લગાવી હતી અંતિમ મોહર

By Super
|
Google Oneindia Gujarati News

pranab
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલે યુપીએ સરકારની ફેક્ટશીટમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નામ પણ છે. સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે જ્યારે સરકાર સાથે ઓગસ્ટે વેસ્ટલેન્ડની ડીલ થઇ ત્યારે પ્રણવ મુખર્જી તત્કાલીન રક્ષામંત્રી હતા. ઇટલી કંપની ફઇમેકાનિકા સાથે હેલિકોપ્ટર ડીલ પર અંતિમ મોહર તેમના કાર્યકાળ દરમિયાન લાગી હતી.

ઇટલી કંપની ફિનમેકાનિકા સાથે ભારતની 12 વીવીઆઇપી હેલિકોપ્ટર્સની ડીલ ત્યારે થઇ જ્યારે 2005માં પ્રણવ મુખર્જી રક્ષામંત્રી હતા. સરકારની ફેક્ટશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ટેન્ડરને 2005માં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું ત્યારે એસપી ત્યાગી વાયુસેનાના પ્રમુખ હતા.

ફેક્ટશીટમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ શાસન પર ડીલને લઇને આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં તે વખતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રાની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

આ મામલાને લઇને વિપક્ષના નિશાના પર આવેલા રક્ષા મંત્રાલયે કરાર સાથે જોડાયેલા તથ્યો અને આખું વિવરણ રજૂ કર્યું છે. આ મામલો 12 હેલિકોપ્ટર્સની ખરીદી સાથે જોડાયેલા કરારનો છે. વર્ષ 2010માં 3600 કરોડ રૂપિયાનો આ કરાર ફિનમેકાનિકાના યુનિટ ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથે કરવામાં આવ્યો હતો.

મંત્રાલયે કહ્યું કે, વાજપાયી સરકારે વર્ષ 2003માં હેલિકોપ્ટર્સની જરૂરી ટેક્નિક જરૂરિયાતોમાં ફેરબદલ કર્યા હતા અને તેમાં તત્કાલિન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રાએ પ્રમુખ ભૂમિકા નિભાવી હતી.

English summary
In what may come as a major embarrassment for the Congress-led ruling coalition at the Centre, a factsheet prepared by the UPA government mentions President Pranab Mukherjee’s name in the controversial AgustaWestland chopper deal with Italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X