‘ચોકીદાર ચોર છે' કેસમાં રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, મોકલી નોટિસ
'ચોકીદાર ચોર છે' કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અવગણનાની નોટિસ મોકલી છે. રાહુલ ગાંધીએ રાફેલ ડીલ વિશે 'સુપ્રીમ કોર્ટે પણ માન્યુ કે ચોકીદાર ચોર છે' ના પોતાના નિવેદન પર ઉચ્ચતમ ન્યાયલય સામે પોતાનો પક્ષ રાખ્યો હતો જેનાથી કોર્ટ સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ કેસમાં આગામી સુનાવણી 30 એપ્રિલના રોજ થશે.

રાહુલ ગાંધીને અવગણનાની નોટિસ
સોમવારરે ભાજપ સાંસદ મીનાક્ષી લેખી તરફથી દાખલ કરાયે અરજી પર સોમારે રાહુલ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના નિવેદન માટે સુપ્રીમ કોર્ટ સામે કહ્યુ કે તે આ નિવેદન માટે અફસોસ વ્યક્ત કરે છે. તેમણે એ પણ કહ્યુ કે તેમના નિવેદનને રાજકીય વિરોધીઓએ ખોટી રીતે રજૂ કર્યુ.
|
રાહુલે વ્યક્ત કર્યો અફસોસ, જવાબથી સંતુષ્ટ નથી કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં 30 એપ્રિલના રોજ રાફેલ ડીલ કેસમાં પુનર્વિચાર અરજી પર પણ સુનાવણી થશે. આ પહેલા રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટની અવગણના અંગેની અરજી પર કોર્ટે 15 એપ્રિલના રોજ નોટિસ જાહેર કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી જવાબ આપવા માટે કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તે પોતાના નિવેદન માટે સુપ્રીમ કોર્ટ સામે અફસોસ વ્યક્ત કરે છે.

રાહુલ સામે મીનાક્ષી લેખી પહોંચ્યા હતા કોર્ટ
ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ પોતાની અવગણના અરજીમાં કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને ‘સુપ્રીમ કોર્ટે પણ માન્યુ છે કે ચોકીદાર ચોર છે' કહ્યુ છે કે જે અવગણનાની સીમામાં આવવુ જોઈએ. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારની એ પ્રારંભિક આપત્તિઓને ફગાવી દીધા બાદ જેમાં સરકારે અરજી સાથે લગાવેલા દસ્તાવેજો પર વિશેષાધિકાર ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃ 'એવેંજર્સ એંડગેમ'નું એડવાંસ બુકિંગ, 2 કલાકમાં બધા શો હાઉસફૂલ, જાણો ટિકિટના ભાવ