For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયામાં ઇસાઇયો પાસે સૌથી વધુ સંપત્તિ; હિન્દુ, મુસ્લિમ પાછળ : રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જાન્યુઆરી : હિન્દુ, મુસ્લિમ, સીખ, ઇસાઇ વગેરે ધર્મો સર્વધર્મ સમભાવ અને વિશ્વશાંતિનો સંદેશો આપે છે. આમ છતાં ધર્મો વચ્ચે પોતાના અનુયાયીઓ વધારવા અને વિશ્વમાં વર્ચસ્વ સ્થાપવાની હોડ છે. આ સંદર્ભમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં વિશ્વના કયા ધર્મ પાસે સૌથી વધારે સંપત્તિ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ અભ્સાસના તારણ અનુસાર વિશ્વમાં ઇસાઇ એટલે કે ખ્રિસ્તી ધર્મ પાસે સૌથી વધારે સંપત્તિ છે. ત્યાર બાદ મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મનો નંબર આવે છે. મહત્વની બાબત એ છે કે સંપત્તિનો એક મોટો હિસ્સો એવી વ્યક્તિઓ પાસે છે જે કોઇ ધર્મમાં માનતી નથી. જેને દુનિયા નાસ્તિક તરીકે ઓળખે છે.

આ અભ્યાસ ન્યુ વર્લ્ડ વેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટ અનુસાર ધર્મને આધારે વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિઓ (જેમની કુલ સંપત્તિ 10 લાખ ડોલર કે તેથી વધુ છે)માં ઇસાઇ ધર્મ પાળનારી વ્યક્તિઓનો દબદબો છે. ત્યાર બાદ મુસ્લિમ અને હિન્દુ ધર્મ પાળતી વ્યક્તિઓ આવે છે.

કયા ધર્મ પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા આગળ ક્લિક કરો...

ઇસાઇયો

ઇસાઇયો


કુલ સંપત્તિ : 1,07,280 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 55 ટકાથી વધારે

મુસ્લિમ

મુસ્લિમ


કુલ સંપત્તિ : 11,336 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 5.8 ટકાથી વધારે

હિન્દુ

હિન્દુ


કુલ સંપત્તિ : 6,505 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 3.3 ટકાથી વધારે

યહૂદી

યહૂદી


કુલ સંપત્તિ : 2079 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 1.1 ટકાથી વધારે

નાસ્તિક

નાસ્તિક


કુલ સંપત્તિ : 67,832 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 34.8 ટકાથી વધારે

ધર્મો મુજબ અબજ પતિઓ

ધર્મો મુજબ અબજ પતિઓ


ઇસાઇ - 73,84,689 (56.2 ટકા)
મુસ્લિમ - 88,54,100 (6.5 ટકા)
હિન્દુ - 5,12,460 (3.9 ટકા)
યહૂદી - 2,23,380 (1.7 ટકા)
નાસ્તિક - 41,65,380

વિશ્વમાં કુલ વ્યક્તિગત સંપત્તિ

વિશ્વમાં કુલ વ્યક્તિગત સંપત્તિ


વિશ્વમાં કુલ વ્યક્તિગત સંપત્તિ 1,95,000 અબજ ડોલર છે. તેમાં અબજોપતિઓ પાસે 66,000 અબજ ડોલરની સંપત્તિ છે.

 અમીર દેશો

અમીર દેશો


વિશ્વના સૌથી 10 અમીર દેશોમાંથી સાત દેશોમાં ઇસાઇયોનો દબદબો છે. જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, સ્વીત્ઝરલેન્ડ, કેનેડા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના ત્રણ દેશો ચીન, જાપાન અને ભારતમાં ઇસાઇયોનો દબદબો નથી.

ન્યુ વર્લ્ડ વેલ્થનો અભ્યાસ

ન્યુ વર્લ્ડ વેલ્થનો અભ્યાસ

આ અભ્યાસ ન્યુ વર્લ્ડ વેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટ અનુસાર ધર્મને આધારે વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિઓ (જેમની કુલ સંપત્તિ 10 લાખ ડોલર કે તેથી વધુ છે)માં ઇસાઇ ધર્મ પાળનારી વ્યક્તિઓનો દબદબો છે.

English summary
Christians hold largest percentage of global wealth; Hindus, Muslims afterwards in income : Report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X