રેવ પાર્ટીમાં 44 નશાખોરો વલ્ગર ડાંસ કરતા ઝડપાયા
ગુડગાવ, 26 ડિસેમ્બર: ક્રિસમસના અવસર પર જ્યાં આખું ભારત પ્રભુ ઇશુની પ્રાર્થનામાં ડૂબેલું છે જ્યારે બીજી તરફ ક્રિસમસના નામે હરિયાણાના તાવડૂ જિલ્લામાં નશા અને દેહલીલાનું નૃત્ય ચાલી રહ્યું હતું. તાવડૂ જિલ્લાના એક ખાનગી ફાર્મમાં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર એક રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં ડ્રગ્સ, દારૂ અને દેહની ખુલ્લેઆમ ભોગવણી ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં કેટલાંક લોકો વાંધાજનક સ્થિતિમાં પણ હતા અને અશ્લિલ ડાંસ પણ કરી રહ્યા હતા.
પરંતુ આ ગુપ્ત રીતે થઇ રહેલી રેવ પાર્ટીની જાણ દિલ્હી પોલીસ અને ગુડગાવ પોલીસને થઇ ગઇ જેણે સંયુક્ત રીતે ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા અને નશાની હાલતમાં ચાર યુવતીઓ સહિત 44 લોકોની ધરપકડ કરી લીધી. આ મામલામાં પોલીસે શંકાના આધારે ફાર્મ હાઉસથી તે 7 યુવકોની પણ ધરપકડ કરવામાં આવી જે લોકો રેવ પાર્ટીમાં તો ન્હોતા પરંતુ ફાર્મ હાઉસના જુદા જુદા ભાગોમાં હાજર હતા. આ ઉપરાંત ફાર્મ હાઉસ માલિક અશોક તિવારીની વિરુદ્ધ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
તાવડૂની રેવ પાર્ટીમાં થઇ રહ્યો હતો વલ્ગર ડાંસ
આ અંગે જાણકારી એસીપી મેવાત સંદીપ અહલાવતે મીડિયાને ગુરુવારે આપી, અહલાવતે જણાવ્યું કે અમને માહિતી મળી તો અમે બુધવારે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા અને ડ્રગ્સ અને નશામાં ડૂબેલા 44 લોકોની ધરપકડ કરી. પોલીસની આ જોરદાર કામગીરી બાદ પણ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ભાગવામાં સફળ રહ્યા. તેમણે જણાવ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી ચરસ, કોકીન, હશીશ અને નશાની ઘણી દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.
રેવ પાર્ટીમાં એક સ્વીટ્ઝર્લેંડનો યુવક પણ હતો
પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તમામનું મેડિકલ કરાવીને આ પાર્ટીનું આયોજન કરાવનારની સાથે સાથે ફાર્મ હાઉસના માલિકની પણ શોધ કરી રહી છે, તેમણે જણાવ્યું કે પાર્ટીમાં એક સ્વીટ્ઝર્લેંડના એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પાર્ટીનું આયોજન સોશિયલ નેટવર્કિંગ સાઇટસ દ્વારા કરવામાં આવ્યું હતું.