
CISCE પરિણામોઃ ICSE અને ISCનું આજે પરિણામ, કેવી રીતે જાણશો
કાઉન્સિલ ઓફ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશ (CISCE) ના 10માં (ICSE) અને 12માં (ISC) ના પરિણામોની આજે ઘોષણા કરવામાં આવશે. 10 માં અને 12 માંનું પરિણામ બપોરે 3 વાગે જાહેર કરવામાં આવશે. બંને કક્ષાઓનું પરિણામ જાહેર કર્યા બાદ કાઉન્સિલની અધિકૃત વેબસાઈટ www.cisce.org પર અપલોડ કરવામાં આવશે. સાથે જ પરીક્ષામાં બેસનારા છાત્ર/છાત્રાઓ એસએમએસ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકશે.
CISCE આજે 10 માં અને 12 માં ધોરણનું પરિણામ જાહેર કરી શકે છે. માર્ચમાં આયોજિત પરીક્ષાઓના પરિણામ કાઉન્સિલની અધિકૃત વેબસાઈટ www.cisce.org પર જાહેર કરવામાં આવશે. પરિણામની ઘોષણા થયા બાદ જો કોઈ છાત્રને રિચેક કરવુ હોય તો તે માટે 14 મે થી 21 મે સુધીનો સમય આપવામાં આવશે.
પરિણામ જાહેર થયા બાદ આ રીતે પરિણામ જુઓ
CISCE ની અધિકૃત વેબસાઈટ www.cisce.org પર જાવ.
CISCE Board ICSE, ISC Results ની આપેલી લિંક પર ક્લિક કરો.
હવે પોતાનો રોલ નંબર અને લોગ-ઈન માટે બાકી જરૂરી જાણકારી ભરીને સબમિટ કરો.
ત્યારબાદ પોતાનું પરિણામ જાણ્યા બાદ તેને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.
એસએમએસ દ્વારા પરિણામ મંગાવવા માટે છાત્રોને એક નંબર પર યૂનિક આઈડી મોકલવાની રહેશે. 10 (ICSE) માં નું પરિણામ એસએમએસ પર જોવા માટે મેસેજમાં ICSE ટાઈપ કરો અને પછી સ્પેસ આપીને 7 નંબરોનું યુનિક આઈડી (ICSEUnique ID) લખો અને 0924808288 પર મોકલી દો. 12 (ISC) માં નું પરિણામ મંગાવવા માટે મેસેજમાં ISC અને પછી સ્પેસ આપીને યુનિક આઈડી નંબર (ISCUnique ID) લખો અને 0924808288 પર મોકલી દો.