For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ મોદી સરકારના 4 વર્ષ, 57% લોકો સરકારના કામથી સંતુષ્ટ

હાલમાં જ સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કલે હાલમાં જ એક સર્વે કર્યો છે. સર્વે મુજબ આગામી ચૂંટણીમાં મોદી સરકારને સત્તા વિરોધી લહેરનો પણ સામનો કરવો પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના ચાર વર્ષ પૂરા થવા આવી રહ્યા છે. લોકોને સારા દિવસોના વચન આપીને સત્તામાં આવેલ મોદી સરકારની લોકપ્રિયતામાં હાલમાં જ ઘણો ઘટાડો થયો છે. ભાજપે 2019 ની લોકસભા ચૂંટણીઓની તૈયારીઓને ધાર આપવા માટે '48 વર્ષ સામે 48 મહિના' નો નારો આપ્યો છે. હાલમાં જ સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કલે હાલમાં જ એક સર્વે કર્યો છે. સર્વે મુજબ આગામી ચૂંટણીમાં મોદી સરકારને સત્તા વિરોધી લહેરનો પણ સામનો કરવો પડી શકે છે.

લોકપ્રિયતામાં ઘટાડો

લોકપ્રિયતામાં ઘટાડો

સર્વેમાં ઘણા મોરચા મોદીની વિરુદ્ધમાં દેખાઈ રહ્યા છે. વળી, જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓ પર પીએમ મોદીને થોડી રાહત મળી છે. સર્વે મુજબ છેલ્લા બે વર્ષોમાં મોદી સરકારના કામો પર સંતુષ વ્યક્ત કરનારા લોકોમાં 7% નો ઘટાડો થયો છે. આ ઘટાડો સતત ચાલુ છે. સર્વેમાં ભાગ લેનારા 57% લોકો નરેન્દ્ર મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ છે. ગયા વર્ષે 2016માં 64% લોકોએ સરકારના કામકાજમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. વળી, 61% લોકો મોદી સરકારના કામકાજથી ખુશ હતા. પરંતુ 2017 માં આ બંને આંકડામાં 4% ઘટાડો જવા મળ્યો છે.

સાંપ્રદાયિકતાના મુદ્દે બે વર્ષમાં 13% નો ઘટાડો

સાંપ્રદાયિકતાના મુદ્દે બે વર્ષમાં 13% નો ઘટાડો

સાંપ્રદાયિકતા સાથે લડવાના મોદી સરકારના સંકલ્પ પર લોકોના વિશ્વાસમાં ઘટાડો થયો છે. સરકારના બે વર્ષ પૂરા થવા પર કરાયેલ સર્વેક્ષણમાં 63% લોકોએ સાંપ્રદાયિકતા સાથે જોડાયેલા મુદ્દાઓને સંભાળવામાં મોદી સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો વિશે સંતુષ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ વર્ષે આ આંકડો ઘટીને 50% રહી ગયો. આ મુદ્દા પર 13% ઘટાડો થયો છે. આગામી ચૂંટણીઓમાં કૃષિ સંકટ એક બીજુ ક્ષેત્ર છે જે મોદી સરકાર માટે એક ચિંતાનો વિષય બની શકે છે. સર્વેક્ષણમાં લગભગ 47% લોકોએ કહ્યુ કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં સુધાર થયો નહિ. જો કે, 37% લોકોનું માનવુ હતુ કે ખેડૂતોની સ્થિતમાં હવે ઘણો સુધાર થઈ રહ્યો છે.

ત્રણ ચતુર્થાંશ લોકોએ ભારતની પાકિસ્તાન વિરોધી નીતિનું સમર્થન કર્યુ

ત્રણ ચતુર્થાંશ લોકોએ ભારતની પાકિસ્તાન વિરોધી નીતિનું સમર્થન કર્યુ

સર્વેમાં દર 10 માંથી 6 લોકોનું માનવુ છે કે મોદી પોતાના વચનો પૂરા કરવામાં સફળ રહ્યા. સર્વેમાં શામેલ લોકોમાં ત્રણ ચતુર્થાંશ લોકોએ ભારતની પાકિસ્તાન વિરોધી નીતિનું સમર્થન કર્યુ છે. સર્વે મુજબ 54% લોકો માને છે કે ટેક્સ ટેરરિઝમ ઘટ્યુ છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના સફળ રહી છે. સર્વેમાં મોદી સરકારને સૌથી મોટી રાહત જીએસટી અને નોટબંધીના મોરચે મળી છે. 32% લોકોનું કહેવુ છે કે જીએસટી પછી તેમનો રોજિંદો ખર્ચ ઘટ્યો છે. 60% લોકોનું માનવુ છે કે કિંમતોમાં કોઈ બદલાવ નથી થયો.

English summary
citizen engagement platform local circles survey 4 years of narendra modi govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X