For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"થેક્યૂ ભારત" કહ્યું, દુનિયાભરના નાગરિકોએ

|
Google Oneindia Gujarati News

યમનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય નેવી અને મોદી સરકારે પોતાની પૂરી તાકાત લગાવી દુનિયાને "થેક્યૂ" કહેવા મજબૂર કરી દીધી. ભારતે શરૂ કરેલા ઓપરેશન રાહતને મળી છે મોટી સફળતા. આ ઓપરેશન હેઠળ ભારતીય સેના તમામ ભારતીયોને યમનથી નીકાળવામાં સફળ થયા છે.

એટલું જ નહીં "વસુદેવ કુટુબ્કમ"ની નિતીમાં માનનાર ભારત સરકારે ભારતીયો સાથે 90થી વધુ અન્ય દેશના નાગરિકોને પણ સુરક્ષિત યમનમાંથી નીકળવામાં સહાય કરી છે.

yemen indian

વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે પણ પોતાના ટ્વિટમાં આ વાતની કબૂલાત કરી છે. નોંધનીય છે કે યમનથી અત્યારસુધીમાં 4000થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં આવ્યા છે.

ત્યારે યમનથી સુરક્ષિત પાછા આવેલા આયરલેન્ડના એક નાગરિકે ભારત સરકારનો આભાર માનતા કહ્યું કે આજે જો હું સુરક્ષિત છું તો ભારત સરકાર અને આર્મીના કારણે. મારી જોડે તેમનો આભાર માનવા માટે શબ્દ નથી.


આ ઉપરાંત એક બ્રિટિશ નાગરિકે પણ કહ્યું કે ભારત સરકાર અને આર્મીનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. વધુમાં, બાંગ્લાદેશના પણ કેટલાક નાગરિકોને ભારતીય સેનાએ યમનથી સુરક્ષિત નીકાળ્યા હતા. ત્યારે એક બાંગ્લાદેશી કહ્યું કે "હું જીવીશ ત્યાં સુધી ભારતનો આભારી રહીશ."

એટલું જ નહીં યમનની જ એક નાગરિકને સરકારે સુરક્ષા આપી. તેણે કહ્યું કે હું યમનની નાગરિક છું તેમ જતા ખૂબ જ સરળતાથી તેમના મારા માટે તમામ વ્યવસ્થા કરી આપી. આ માટે હું ભારતની આભારી છે.

English summary
Citizens across the world thanks to government of India for saving their live from war torn Yemen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X