For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI કેસ પર બોલ્યા ચીફ જસ્ટિસ- 2 અઠવાડિયામાં CVC તપાસ પૂરી કરે

CBI કેસ પર બોલ્યા CJI- 2 અઠવાડિયામાં CVC તપાસ પૂરી કરે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં મચેલ ઘમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આ મામલે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તેઓ આ મામલા પર નજર રાખશે, એમણે સીવીસીને પોતાની તપાસ આગલા 2 અઠવાડિયામાં પૂરી કરવા માટે કહ્યું છે, આ તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એકે પટનાયકની દેખરેખમાં થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે દેશહિતમાં આ મામલાને વધુ લાંબો ન ખેંચવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલો

આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. એમણે સરકારને પૂછ્યું કે કયા આધાર પર આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે 12મી નવેમ્બરે આગામી સુનાવણી થશે. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ સ્થિતિમાં બસ આ મામલા પર સુનાવણી થશે કે આ પ્રથમદર્શી કેસ બને છે કે નહિ. નાગેશ્વર રાવની નિયુક્તિ પર ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ કોઈ નીતિગત ફેસલો ન કરી શકે. તેઓ માત્ર રૂટીન કામકાજ જ જોશે. નાગેશ્વર રાવે 23 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જે કોઈ પણ ફેસલા લીધા છે, તે તમામને સીલ બંધ લિફાફામાં સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે.

3 અઠવાડિયાનો સમય માગ્યો હતો

3 અઠવાડિયાનો સમય માગ્યો હતો

એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે એમને આ મામલા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવે. રાકેશ અસ્થાના તરફથી સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા મુકુલ રોહતગીને સીબીઆઈએ કહ્યું કે તમારે એક નવી અરજી દાખલ કરવી પડશે. સીબીઆઈ સાથે જોડાયેલ તમામ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે કરી. આ અરજીઓમાં નાગેશ્વર રાવનને સીબીઆઈના કામચલાઉ ડિરેક્ટર બનાવવાનો પણ વિરોધ કર્યો છે.

પ્રશાંત ભૂષણે શું કહ્યું?

પ્રશાંત ભૂષણે શું કહ્યું?

પ્રશાંત ભૂષણે ગુરુવારે સુપ્રીમ કોર્ટને પોતાની અરજીમાં કહ્યું કે સીબીઆઈ કથિત રીતે રાફેલ કૌભાંડ મામલામાં એફઆઈઆર દાખલ કરવા માગતી નથી. માટે તેમના પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈમાં સામે આવેલ લાંચ કાંડ બાદ સીવીસીની ભલામણ પર કેન્દ્ર સરકારે ડિરેક્ટર આલોક વર્મા, સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દીધા હતા. વિપક્ષી પાર્ટીઓ આલોક વર્માને રજા પર મોકલી દેવાયા તેનો વિરોધ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે CBIએ રાકેશ અસ્થાના અને કેટલાય અન્યોની વિરુદ્ધ કથિત રૂપે મીટ કારોબારી મોઈન કુરેશીની તપાસ સાથે જોડાયેલ સતીશ સાના નામના વ્યક્તિના મામલાને રફે-દફે કરવા માટે લાંચ લીધી હોવાના આરોપમાં FIR દાખલ કરી હતી. જેના એક દિવસ બાદ ડીએસપી દેવેન્દ્ર કુમારની ધપકડ કરી લેવામાં આવી. આ ધપકડ બાદ મંગળવારે સીબીઆઈએ અસ્થાના પર સંગ્રહખોરી અને ફોર્જરીનો કેસ પણ દાખલ કર્યો. સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેડાયેલ આ જંગની વચ્ચે કેન્દ્રએ સતર્કતા આયોગની ભલામણ પર બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા છે, અને જોઈન્ટ ડિરેક્ટર નાગેશ્વર રાવને સીબીઆઈના કામચલાઉ ડિરેક્ટર બનાવી દીધા છે. ચાર્જ લેતાની સાથે જ નાગેશ્વર રાવે આ મામલા સાથે જોડાયેલ અન્ય 13 અધિકારીઓનું પણ ટ્રાન્સફર કરી દીધું.

CBI કેસ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી પોલીસ બેરીકેટ પર ચઢ્યાCBI કેસ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી પોલીસ બેરીકેટ પર ચઢ્યા

English summary
cji asked cvc to complete its investigation within 2 weeks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X