For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વચ્છ ભારત અભિયાન બાળકો માટે વરદાન સમાન, 2 લાખના જીવ બચ્યા

સ્વચ્છ ભારત અભિયાને બચાવ્યા હજારો બાળકોના જીવ, જાણો કઈ રીતે

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનને કોઈએ ફોટોસેશન પૂરતું જ સિમિત ગણાવ્યું તો કોઈએ સ્વચ્છતાના નામે ઢોંગ ગણાવ્યો, વિપક્ષો ગમે તેમ કહેતા હોય પણ આંકડાઓ સાક્ષી છે કે પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને કારણે 1-2 નહિ બલકે લાખો બાળકોને મોતના મોમાંથી બચાવી શકાયા. તાજેતરમાં જ જાહેર થયેલ એક અહેવાલ મુજબ છેલ્લા 2 વર્ષમાં પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુદરમાં નિરંતર ઘટાડો નોંધાયો છે.

પાંચ વર્ષથી નાની વયના બાળકોના થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયો છે. 2017માં બાળકોના મૃત્યુનું પ્રામણ ઘટીને 80,2000 થઈ ગયું છે જે બે વર્ષ પહેલા 10 લાખ હતું. ભારતના 2,00,000 જેટલાં બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યા છે, જેઓ વિવિધ બીમારીઓને કારણે જીવ ગુમાવી શકે તેમ હતા. મૃત્યુમાં થયેલા ઘટાડા પાછળના મુખ્ય પરિબળોમાં હાથ ધોવા, ફૂડ સેફ્ટી, ખુલ્લામાં શૌચને અટકાવવું વગેરેનો સમાવેશ થાય છે. UNના રિપોર્ટમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

Swachh Bharat

88 ટકા બાળકોને નબળું સેનિટેશન, અસુરક્ષિત પાણીના કારણે ઝાળા થાય છે જેને કારણે ક્રોનિક કુપોષણમાં પરિણમે છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને ન્યુમોનિયા તથા ક્ષય રોગ જેવા સંભવિત જીવલેણ ચેપ લાગવાનો ભય રહે છે. ન્યુમોકોકોલ રસી સહિતની 6 રસીઓના કારણે બાળકોમાં ન્યુમોનિયા અને ઝાળા જેવી બીમારીઓમાં ઘટાડો થઈ શક્યો છે અને તેને કારણે બાળપણમાં થતાં સામાન્ય ઈન્ફેક્શનને કારણે થતા મૃત્યુમાં ઘટાડો આવ્યો છે, પરંતુ એક જ વર્ષમાં પાંચ વર્ષથી નાના 2 લાખથી વધુ બાળકોને બચાવવામાં હકિકતાં શું મદદરૂપ બન્યું? ભારતને 2019 સુધીમાં સ્વચ્છતા, સફાઈ અને હાનિકારક મુક્ત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન થકી બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો લાવી શકાયો છે. 2015માં દર હજારે 43 બાળકો મૃત્યુ પામ્યાં હતાં જ્યારે 2016માં દર હજાર બાળકોએ 39 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

ઓડીએફ જિલ્લામાં વધુ બાળકો સુરક્ષિત

2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 85.2 મિલિયન ટોયલેટ બનાવવામાં આવ્યાં છે અને દેશના 718માંથી 459 જિલ્લાને ખુલ્લામાં શૌચ રહિત કરવામાં આવ્યા છે. હવે સ્વચ્છતાને કારણે સ્વાસ્થ્ય સુધર્યું હોવાનું પ્રમાણ પણ મળ્યું છે. ખુલ્લામાં શૌચ રહિત જિલ્લાઓની સરખામણીએ ખુલ્લામાં શૌચ કરવા લોકો જતા હોય તેવા જિલ્લાઓમાં બાળકોમાં ઝાળા અને તાવના કિસ્સા વધુ જોવા મળ્યા છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના 10 જિલ્લામાં કરવામાં આવેલ સર્વેમાંથી આ તારણ મળ્યું છે.

વધુ ટોઇલેટ, ઓછું ઈન્ફેક્શન

પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રાલયે 2017માં 4000 જેટલા ઘરનો સર્વે કર્યો હતો જે મુજબ 10માંથી 1 બાળકને છેલ્લા બે અઠવાડિયામાં ફરી ઝાળા થયા હોવાના કેસ સામે આવ્યા છે જેમાં બાળકો 11.8 ટકા છોકરા અને 11.5 ટકા છોકરીઓમાં પણ આ ઈન્ફેક્શન પ્રવર્ત્યું હોવાનું સામે આવ્યું છે.

ખુલ્લામાં શૌચ રહિત જિલ્લાઓમાં કરવામાં આવેલા સર્વેમાં બાળકો વધુ સ્વસ્થ અને તંદુરસ્ત જોવા મળ્યાં. હજુ ખુલ્લામાં શૌચ કરવામાં આવી રહ્યા છે તેવા જિલ્લાઓમાં ઝાળા જેવી બીમારીઓનું પ્રમાણ 13.9 ટકા છે જેની સરખામણીએ ખુલ્લામાં શૌચ રહિત જિલ્લાઓમાં 9.3 ટકા જ બાળકોને જ આવી બીમારી છે. ઝાળા સૌથી ઓછા કર્ણાટકમાં 4.7 પ્રવર્ત્યાં હતાં જ્યારે સૌથી વધુ મધ્ય પ્રદેશમાં (16.1 ટકા) પ્રવર્ત્યાં હતાં.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલિપ માવલંકરે કહ્યું કે, "નબળું ટ્રાન્સપોર્ટ, ખુલ્લામાં શૌચ, જમ્યા પહેલા બાળકના હાથ ન ધોવડાવવા, ખુલ્લી ગટર વગેરે જેવા મુદ્દાઓને કારણે પણ ઈન્ફેક્શનનું પ્રમાણ વધી જતું હોય છે." તપાસમાં જાણવા મળ્યું કે ખુલ્લામાં શૌચ રહિત જિલ્લાઓમાં 62.5 ટકા માતા તંદુરસ્ત હતી જ્યારે ખુલ્લામાં શૌચ કરવામાં આવે છે તેવા જિલ્લાઓમાં આ પ્રમાણ 57.5 ટકાનું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ સ્વચ્છતાને પગલે લોકોની ટ્રીટમેન્ટ પાછળ થતા ખર્ચામાં પણ ઘટાડો કરી શકાયો છે.

ઓડીએફ પ્લસ અભિયાન પર સરકારનું જોર

સરકારનું લક્ષ્ય ઓડીએફ પ્લસ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે સંવેદનશીલ બનાવવાનું છે. સરકાર ઈચ્છે છે કે ગામ પંચાયત સ્તરે સેનેટરી પેડ બનાવવાના યૂનિટ હોવા જોઈએ. પંચાયતો અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે સમન્વય દ્વારા અમે આ સ્થિતિમાં વધુ સુધારો કરી શકીએ છીએ. શૌચાલયને સાફ રાખવા અને સાર્વજનિક સ્થાનો પર ગંદકી થતી અટકાવવામાં આના દ્વારા મદદ મળશે. IIPHના ડૉ. મવાલંકર કહે છે કે, 'ગરીબી અને સામાજિક બહિષ્કાર સંક્રમણ રોકવા માટે જવાબદાર કારણ છે. શૌચાલય નિર્માણની સાથોસાથ આપણે સામાજિક ઢાંચાને પણ મજબૂત કરવાની જરૂરત છે.'

Credit- હિંદુસ્તાન ટાઈમ્સ

English summary
clean india mission saved life of 200000 children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X